Abtak Media Google News

અમદાવાદના દેત્રોજ સ્ટેશનથી રેલ મારફતે દેશભરમાં કાર પહોંચાડવામાં આવશે

ઓટોમોબાઈલ શ્રેણીની અગ્રણી કંપની મારૂતીએ રાષ્ટ્રીય પરિવહનકર્તા ભારતીય રેલવેની સાથે પહેલ કરતા ગુજરાતના દેત્રોજ સ્ટેશનથી દેશના વિવિધ ક્ષેત્રોમાં કાર પરિવહનની યોજના તૈયાર કરી છે. આ સંદર્ભમાં આજે પ્રથમ રેક પશ્ર્ચિમ રેલવેના અમદાવાદ મંડળના દેત્રોજ સ્ટેશનથી ૧૭૧૬ કિ.મી.નું અંતર કાપીને દક્ષિણ પશ્ર્ચિમ રેલવેના કેએસઆર બેંગલોર મંડળના નિદવંદા સ્ટેશન માટે ૧૨૫ કારોને ૨૫ એનએમજીમાં ચડાવીને રવાના કરવામાં આવી છે. આ કારો આ વેગનમાં માત્ર ૪ કલાકમાં લોડ કરવાની ઉલ્લેખનીય ઉપલબ્ધી હાંસલ કરી છે.

અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશકુમારે જણાવ્યું કે સવારે ૮:૦૦ કલાકે આ કારોનું લોડિંગનું કાર્ય આરંભ કરી ૧૧:૪૦ કલાકે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારે ૩:૪૦ કલાકમાં આ કાર્ય સંપૂર્ણ કરવામાં આવ્યું. ગુજરાતના બહુચરાજી સ્ટેશનની પાસે સ્થાપિત મા‚તી સુઝુકીના પ્લાન્ટની પ્રતિ વર્ષ ૨.૫૦ લાખ કારોનું ઉત્પાદન થાય છે જે પાટણ જિલ્લા હેઠળ આવે છે, ભવિષ્યમાં હજી વધુ થવાની સંભાવના છે. આ પ્રકારે ભારતીય રેલવેએ મારૂતી સુઝુકી ઈન્ડિયા લિ.ની સાથે નવો સંબંધ બનાવ્યો છે જે બંને સંસ્થાઓ માટે નવી દિશા પ્રદાન કરશે. આ હેઠળ મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે ભારતીય રેલવેની સાથે મળીને ૮૦૦૦ એસકયુએમમાં સ્ટેકિંગ એરીયા વિકસિત કર્યો છે જયાં સ્ટેક કારને બે એનએમજી રેકમાં ચડાવવામાં આવે છે.

Gujarat News | Rajkot
Gujarat news | Rajkot

ભારત સરકારના માનનીય રેલમંત્રી પિયુષ ગોયલે પણ ભારતીય રેલવેની આ અભિનવ પહેલના વખાણ કરતા પોતાના ટવીટમાં જણાવ્યું કે ઓટોથી અમુલ બટર સુધી આવાગમન કરવા માટે ભારતીય રેલવે આજે સુરક્ષિત, વ્યાજબી અને સમયસર પર્યાવરણ મિત્ર આવાગમન ઉપલબ્ધ કરાવી રહી છે. દેત્રોજ સ્ટેશનના મેસર્સ મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડ જે કે અમારું આવાગમન વ્યવસાયનો સહયોગી છે ના સહયોગથી ઓછામાં ઓછા મુલ્યથી તૈયાર કરવામાં આવેલ છે. રેલવે માત્ર બનાવેલી કારોના આવાગમનમાં સમગ્ર દેશમાં નહી કરે પણ કારોના નિકાસમાં પણ એક લોજિસ્ટિક સોલ્યુશન આપશે. આ પહેલથી ઉધોગના વિકાસમાં ઉલ્લેખનીય શ‚આત થઈ છે તથા ગુજરાત આવનારા સમયમાં કાર નિર્માણમાં એક હબના રૂપમાં વિકસિત થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.