Abtak Media Google News

સંતો અને વ્યવસ્થાપકોને કરાવ્યા પારણા: ૪૫ હજાર ભકતોએ દૂધનો અભિષેક કર્યો: ધર્મવલ્લભદાસ સ્વામીના સાનિધ્યમાં હજારો હરિભક્તો, સંતો, યુવાનો અને ભાવિકોએ ભકિતભાવપૂર્વક બ્રહ્મોત્સવ ઉજવ્યો

ભગવાન સ્વામિનારાયણ કારિપાલીના ૧૦માં વચનામૃતમાં કહ્યું છે કે તેઓએ પણ ૭ વર્ષ સુધી વનવિચરણ વખતે આકરા તપ કરેલા રાજકોટ ગુરૂકુલના સ્થાપક શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ ૬૧ વર્ષની ઉંમરે ચાંદ્રાયણ જેવું આક‚ તપ કર્યું હતુ.

Parna Yuvano Neજીવનથી જીવન ઘડનારા ગુરૂદેવના જીવનમાંથી ગૂરૂકુળ પરિવારે ભગવાન સ્વામિનારાયણ અને શ્રી રામચંદ્રજીનાં જન્મ પ્રાગટય દિન પૂર્વેનાં નવ દિવસ બ્રહ્મોત્સવનું સુરત ગુરૂકુલમાં આયોજન કરવામાં આવ્યું હતુ ચૈત્રસુદ ૧થી નોમના દિવસોમાં ૭૦૦૦ ભકતોએ એકટાણા ૩૦૦ ઉપરાંત ફૂટ ફરાળ તેમજ ૯૦ મહિલા પુરૂષોએ નવ દિવસે કેવળ જળ પીને ઉપવાસ કર્યા હતા. તેમજ ગુરૂકુળમાં રહીને વિદ્યાર્થીઓની સંભાળ રાખનારા કોલેજના નવ યુવાનોએ ૯ થી ૧૩ દિવસના ઉપવાસ કર્યા હતા.

2 8મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા પ્રભુસ્વામીએ કોલેજના યુવાનો કસવાળા અખીલ, નાડોદા અજય, ઠુંમર તુષાર, નાગેશ સર્જીને-મરાઠી દુધાત દર્શન, મૃગેશ ધૈર્ય, પટેલ વ્રજ, સુહાગીયા પાર્થ, રાખોલીયા કુલદીપ, અણધણ અજય, ગોળકીયા હિતેશ તથા વર્ણીન્દ્રધામ પાટડી, નીલકંઠધામ પોઈચા, વડોદરા, સુરત, નવસારી, ઉના, મુંબઈ, કેશોદ ગુરૂકુળથી પારણાર્થે પધારેલા સંતોને પારણા કરાવ્યા હતા. નવસારી ધર્મજીવન પાઠશાળામાં અભ્યાસ કરતા જગવંદન સ્વામીએ ૯ દિવસ કેવળ લીમડાના રસનું જ પાન કરી ઉપવાસ કર્યા હતા.

પ્રભુ સ્વામીએ જણાવ્યુંં હતુ કે દરરોજ સવારે ભગવાનનું ષોડશોપચારે ૨૦ મીનીટ પૂજન, આરતી, વચનામૃત દ્વિશતાબ્દીના ઉપલક્ષ્યે વચનામૃત કથા, વચનામૃત ગાન સાથે તુલસીદાસ અને કૂલથી નિત્ય છ કલાક પૂજન, આરતી અન્નકૂટ, ધરાવવામાં આવતા હતા. હરિસ્મૃતિ તથા ધર્મનંદન સંકીર્તન મંડળ વૈષ્ણવ પધ્ધતિના કીર્તનોત્સવ ૪૫ મિનિટ સવારેને રાત્રે કરતા. સ્વામિનારાયણ ફરતી ધૂનના યુવાનોને મહિલાઓ વિદ્યાલયના મેદાનમાં નિત્ય રાત્રે ૯ થી ૧૧ ધૂન સાથે રાસોત્સવ રમઝટ બોલતી હતી.

ભકત ચિંતામણી યજ્ઞ જન મંગલ અનુષ્નમાં ૧૧૦૦૦ પાઠ યોજાયા હતા..

રામનવમીના દિવસે ભકિતનંદન ઘનશ્યામ મારાજનો ૧૫મો પ્રતિષ્ઠોત્સવ ઉજવાયો ધર્મનંદન ઘનશ્યામ મહારાજનું પૂજન બે હજાર કીલો પુષ્પ પાંખડીઓથી આખો દિવસ સંતોએ કર્યું રાત્રે રથયાત્રા બાદ બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યાહતા. પૂરાણી ધર્મવલ્લભદાસજી પ્રભુ સ્વામી શાસ્ત્રી મંગલસ્વરૂપ સ્વામીએ કથાવાર્તા કર્યું હતુ.

વહેલી સવારે ૪૫૦૦૦ ઉપરાંત ભકતોએ દુધથી સ્વહસ્ત ભગવાનને અભિષેક કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.