Abtak Media Google News

લાભુભાઈ ત્રિવેદી ઇજનેરી કોલેજ દ્વારા ૬ઠ્ઠા વાર્ષિક મહોત્સવ અને ટેકનીકલ ઇવેન્ટ ગુરુત્વાકર્ષણ-૧૮ નો ઉત્શાહ્ભેર પ્રારંભ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ઇનોવેટીવ ઇલેકટ્રોનીક દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થયો હતો.  જેમાં અતિથિવિશેષ શ્રી કનુભાઈ વીરાણી તથા શ્રી ચંદુભાઈ વીરાણી- બાલાજી વેફર્સ ગ્રુપ, કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ જોશી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી કોલેજના કેમ્પસ ડીરેક્ટર ડો. એમ. ડી. જોશી અને પ્રિન્સીપાલ ડો. બી.એમ. રામાણી ઉપસ્થિત રહ્યા હતા.

મેહમાનોના હસ્તે કોલેજના વાર્ષિક મેગેઝીન “ઉર્જા-૨૦૧૮” નું અનાવરણ કરવામાં આવ્યું હતું. કોલેજના કેમ્પસ ડીરેક્ટર ડો. એમ.ડી.જોશીએ કોલેજનો વાર્ષિક સફળતા અહેવાલ રજુ કર્યો હતો જેમાં કોલેજમાં વર્ષ દરમિયાન અભ્યાસ સાથે થતી અલગ અલગ સામાજિક અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ને અનુલક્ષીને થતી ઈત્તર પ્રવૃતિઓ, કોલેજમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

શ્રી ચંદુભાઈ વિરાણી તથા શ્રી કનુભાઈ વીરાણી-એ પોતાના અનુભવનો નીચોડ રજુ કરી નિષ્ફળતા માંથી સફળતા કેવી રીતે મેળવવી તેની માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્શાહિત કર્યા હતા. અંતમાં મેનેજીંગ ટ્રસ્ટી એ યુવાનોમાં રહેલી અખૂટ શક્તિ ને આહવાન આપી પુરષાર્થ વડે જ કોઈપણ કાર્યમાં સિદ્ધિ હાસલ થઇ શકે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓ  અને શિક્ષકો ને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ દબદબાભેર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી પોતાનું કૌશલ્ય પુરવાર કર્યું હતું. કલાકાર વિપુલ મોરીએ પોતાની આહ્લાદક શૈલીમાં કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. વિધી જાની અને પ્રો. ચેતસ ઓઝાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનવવા કોલેજની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.