Abtak Media Google News

ત્રણ મોબાઈલ દુકાનોમાં રેડ કરતાં ૩૫,૬૬૦ના મુદ્દામાલ જપ્ત : ત્રણ શખ્સો ઝડપાતા હળવદના અન્ય મોબાઈલના દુકાનદારોમાં ફફડાટ

હળવદ શહેરમાં આવેલ ત્રણ મોબાઈલની દુકાનોમાં ટી સિરીઝ કંપનીના ફિલ્મો તથા ફિલ્મીગીતો બિન અધિકૃત રીતે મોબાઈલ તેમજ પેનડ્રાઇવમાં ડાઉનલોડ કરી વેચાણ કરતાં ત્રણ શખ્સો ઝડપાતા પોલીસે કોપીરાઇટનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટી સીરીઝ કંપની દરેક પ્રકારના ફિલ્મ, ભજન, લોકગીત, વાધ્ય સંગીતના સાઉન્ડ રેકોર્ડીગ અને વિડીયો જેમાં કોમ્પેક્ટ ડિસ્ક તથા વીસીડીનુ નિર્માણ કરે છે. તેમજ આવા ધ્વનિ અને દ્રશ્યના રેકોર્ડીગના હક્કો જયવિરસિહ સોલંકીએ લીધેલા છે. તેથી ટી સીરીઝ કંપનીના કર્મચારી મેહુલસિંહ ભાટિયા, પરિતોષ પરીખને માહિતી મળી હતી કે હળવદમાં ત્રણ જુદાજુદા મોબાઇલ દુકાન ધારકો ટી સીરીઝ કંપનીના ગીતો, ભજન, લોકગીતો તેમજ બિન અધિકૃત રીતે કોઈપણ જાતના લાયસન્સ કે પરવાના વગર કોપીરાઈટ થાય છે. આમ મોટા પ્રમાણમાં થતી ચોરી અને ગેરકાયદેસરની પ્રવૃતિથી ટી સીરીઝ કંપનીને સાથે સરકારને પણ મોટી ઈન્કમ જેવી કે સેલ્સટેક્ષ, ઈન્કમટેક્ષ, કસ્ટમ અને એક્સાઈઝના રૂપમાં ગુમાવી પડે છે.

આથી ટી સીરીઝ કંપનીના કર્મચારીઓએ હળવદ પોલીસને સાથે રાખી પી.એસ.આઇ. સી.એચ. શુક્લ, વનરાજસિંહ, ગંભીરસિહ તેમજ સ્ટાફ દ્રારા હળવદની જુદીજુદી ત્રણ મોબાઈલ દુકાનોમાં તપાસ હાથ ધરતા રામભક્ત ઈલેક્ટ્રોનીકના કિશોર પટેલ, શ્રી હરી મોબાઈલ સ્ટોરના અનિલ પરમાર અને આદર્શ મોબાઈલ શોપના કિશોર ચાવડાની દુકાનો પર દરોડા પાડતા ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા અને કોપીરાઈટના ઉલ્લંઘન એક્ટ મુજબ ફરીયાદ નોંધાવી છે અને કોપીરાઇટનો ગુનો નોંધી ત્રણ સીપીયુ, મેમરી કાર્ડ, પેનડ્રાઇવ સહિત કુલ ૩૫,૬૬૦નો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.