Abtak Media Google News

ર્નોથ ઈસ્ટમાં ૧૦૦ ટકા કેન્દ્રીય ફંડ દ્વારા વિકાસના પ્રોજેકટ શરૂ કરાશે

માર્ગ પરિવહન, શિક્ષણ અને પ્રવાસનના પ્રોજેકટને વેગવંતા બનાવવા કેન્દ્ર સરકારનો નિર્ણય ખૂબજ મહત્વનો બની રહેશે

પૂર્વોત્તર રાજયોમાં પક્કડ મજબૂત કરવા ભાજપ ઘણા સમયી પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે આ ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા કેન્દ્રીય ફંડના માધ્યમી વિકાસ પ્રોજેકટ શરૂ કરશે. અગાઉ આ ફંડનું પ્રમાણ ૯૦ ટકા હતું. પૂર્વોત્તર રાજયોના વિકાસ માટે સંપૂર્ણ ૧૦૦ ટકા કેન્દ્રીય સહાય મળવાી ભાજપને રાજકીય ક્ષેત્રે બહોળો ફાયદો શે.

ગઈકાલે ર્નો ઈસ્ટ રીઝનના વિકાસ માટેની જાહેરાત મંત્રી હિતેન્દ્રસિંગ દ્વારા કરાઈ હતી. તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. ૧૦૦ ટકા કેન્દ્રીય ભંડોળ માટે સરકારે રૂ.૪૫૦૦ કરોડની ફાળવણી કરી છે. હાલ જૂના પ્રોજેકટ ૯૦-૧૦ના રેસીયાથી ચાલુ રહેશે. જે પ્રોજેકટ નવા હશે તેમાં સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર સરકારનું રહેશે.

સનિક પ્રવાસન વધારવા અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા કેન્દ્ર સરકારનું આ પગલુ ખૂબજ મહત્વનું બની રહેશે. સરકારે ર્નો ઈસ્ટમાં વાહન વ્યવહાર માટેની કનેકટીવીટી મજબૂત બનાવવા માટે ર્નો ઈસ્ટ રોડ ડેવલોપમેન્ટ સ્કીમની જાહેરાત પણ કરી છે.

ભાજપ દ્વારા પૂર્વોત્તર રાજયોમાં પગદંડો જમાવવા માટે વર્ષોી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. હાલ કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ત્યારે પૂર્વોત્તર રાજયોના લોકોમાં ભાજપ તરફી ઝુકાવ લાવવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. વર્ષોથી વિકાસી વંચિત રહેલા પૂર્વોત્તર રાજયોને વિકાસની યોજનાઓ સો જોડવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.