Abtak Media Google News

બિહારમાં રામનવમીના દિવસે ભડકેલી હિંસા હજુ શાંત પણ થઈ ન હતી કે એકવખત ફરીથી અહીં માહોલ બગડી રહ્યો છે. બિહારના નવાદામાં બજરંગબળીની મૂર્તિ તોડવાને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં અને ગાડિઓના કાચ તોડવામાં આવ્યાં છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અત્યારસુધીમાં 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાં છે.

ધાર્મિક સ્થળને નુકસાન અને ભડકી હિંસા

ગુરૂવારે રાત્રે નવાદા બાયપાસ પર હનુમાનજીની એક મૂર્તિ તોડી નાંખવામાં આવી હતી. જે બાદ સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.
સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી રહેલું બિહારમાં સતત હિંસકિય ઘટનાઓ જોવા મળે છે. ત્યારે નવાદામાં પણ તણાવગ્રસ્ત સ્થિતિ છે.


ગાડિઓના કાચની સાથે કેટલીક દુકાનોમાં પણ આગ લગાવવામાં આવી હતી.
પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસને હવામાં ફાયરિંગ પણ કરવું પડ્યું હતું.
કેટલાંક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક સ્થળને ક્ષતિગ્રસ્ત કરાયું હતું. જેનાથી નારાજ લોકોએ પટના-રાંચી રાજમાર્ગ 31 પર જામ લગાવી દીધો હતો.
રસ્તા પર બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો પણ થયો હતો.
રોષે ભરાયેલાં લોકોના ગુસ્સાનો ભોગ મીડિયાકર્મીઓ પણ થયા હતા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.