Abtak Media Google News

ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજન: દેશ-વિદેશથી ઉમેદવારો ભાગ લેશે

ભૂદેવ સેવા સમિતિ સમાજના હિતમાં વિવિધ જ્ઞાતિ, પેટા જ્ઞાતિને સાથે રાખીને સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ પરિચય સંમેલનને સફળ રીતે યોજેલા મેળવડાની સફળતા બાદ ગુજરાતનું સૌથી મોટું લગ્નોત્સુક યુવક-યુવતિ પરિચય સંમેલનનું વિશિષ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજન હાથ ધર્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત સહિતના અન્ય રાજયો અને ઓછી આવક અને સીમીત ધરાવતા માટે જીવનસાથી પસંદગી એક જટિલ કોયડા રૂપ વાત બની રહેતી હોય છે જો કે બધા ગવ અને સમાજમાં આ સમસ્યા સાર્વત્રિક બની છે આ માટે પણ આયોજન સમિતિ દ્વારા ગંભીરપણે વિચારી અલગ અલગ બુકમાં કેટેગરી બનાવવામાં આવશે જેથી તેઓની પ્રોફાઇલ મુજબની પસંદગી મળી રહે.

આયોજક સમિતિના પૂર્વ ક્ધવીનર નિશાંતભાઇ રાવલએ અબતકને જણાવ્યા પ્રમાણે મેગા પરિચય સંમેનલમાં ભાગ લેવા માટે ભૂદેવ સેવા સમીતીના કાર્યાલય ૨૨૦-ગોલ્ડન પ્લાઝા, ટાગોર રોડ, રાજકોટ ખાતેથી ફોર્મ મેળવી જરુરી વિગત સાથે ૧૦-મે પહેલા પરત કરવાનું રહેશે. આ પ્રસંગે પ્રસિઘ્ધ થનાર ડીરેકટરી રંગીન તસ્વીરો સાથે જ્ઞાતિના યુવક-યુવતિઓની સંપૂર્ણ વિગત સભર બનશે. જે માટે અન્ય માહિતી કાર્યાલયમાંથી ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમ સંદર્ભે દરેક તાલુકાઓની બ્રહ્મ સંસ્થાઓની મુલાકાત લેવાનું આયોજન પણ કરાયું છે.

શ્રી તેજસ ત્રિવેદી પ્રમુખશ્રી મો. ૯૯૦૪૦ ૦૪૮૩૮ બ્રહ પ્રેરણા મેરેજ બ્યુરો લોધાવાડ ચોક ખાતેથી ફોર્મ મળશે.

નિશાંનભાઇ રાવલ મો. ૯૯૨૪૪ ૦૫૮૬૮, જિજ્ઞેશભાઇ ત્રિવેદી, ભરતભાઇ દવે, દિલીપભાઇ જાની, હેમાનીબેન રાવલ, ભાર્ગવીબેન ભટ્ટ, કીર્તિબેન દવે, હિનાબેન દવે, કલ્પનાબેન લખલાણી, શાસ્ત્રીજી જયાભાઇ ત્રિવેદી અને મયુરભાઇ વોરા સહીતના કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.