Abtak Media Google News

જો તમે ફેસબુક વાપરો છો તો તમારો ડેટા ફેસબુક પાસે છે. જો તમે ફેસબુક નથી વાપરતા તો પણ ઈન્ટરનેટ વાપરો છો તો પણ તમારો ડેટા ફેસબુક પાસે હશે. અ થોડું અટપટું લાગી શકે છે, પરંતુ આ જ સચ્ચાઈ છે. ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે પોતે આ વાત માની છે.

કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેન્ડલના વિવાદમાં ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ અમેરિકી કોંગ્રેસના પ્રશ્નોના જવાબ માટે બીજા દિવસે પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન બીજા ઘણા તીખા પ્રશ્નો પૂછવામાં આવ્યા જેમાં એક પ્રશ્ન ફેસબુક એવા યુઝર્સના પણ ડેટા કલેક્ટ કરે છે જેનું એકાઉન્ટ ફેસબુક પર નથી.

કોંગ્રેસના એક મેમ્બરે આ પ્રશ્ન પૂછ્યો હતો, ‘આ માનવામાં આવ્યું છે કે તમે નોન ફેસબુક યુઝર્સનો પણ ડેટા કલેક્ટ કરો છો. તો શું આવી સ્થિતિમાં કોઈ યુઝર્સ જેનું એકાઉન્ટ ફેસબુક પર નહોય અને તે એવું કરી શકે જેનાથી ફેસબુક પર તેનો ડેટા ન જઈ શકે?

આ પ્રશ્નનો જવાબ આપતા માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે, ‘કોઈ પણ યુઝર્સ એડ આપવામાં આવેલા ડેટા પર કંટ્રોલ કરી શકે છે અને ધારે તો નાપસંદ પણ કરી શકે છે. પછી ભલે તે યુઝર્સ આમારી સર્વિસ વાપરે છે કે નથી વાપરતો, પરંતુ લોકોને યુઝર્સની પબ્લિક જાણકારીઓ ટ્રેક કરવાથી બચાવવા માટે જાણવાની જરૂર છે કે જયારે કોઈ વારંવાર આપણી સર્વિસ એક્સેસ કરવાની કોશિશ કરી રહ્યો હોય.

તીખા પ્રશ્નોને આગળ વધારતા કોંગ્રેસના મેમ્બર લુઝાને માર્ક ઝકરબર્ગને પૂછ્યું, ‘તમે જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાનો ડેટા કંટ્રોલ કરી શકે છે, પરંતુ તમે તેવા યુઝર્સનો પણ ડેટા કલેક્ટ કરો છો જે ફેસબુક પર છે જ નહિ, જેમણે તમારી પ્રાઈવસી એગ્રીમેન્ટ પર સહી કરી નથી, શું તમે એમનો પણ ડેટા કલેક્ટ કરો છો.

તેમણે આગળ કહ્યું કે, તમે (ફેસબુક) તેવા લોકો ફેસબુક પેજ સાઈન અપ કરવા માટે કહી રહ્યા છીએ કે જેનું ફેસબુક પેજ નથી તો પણ તેમનો ડેટા લઇ શકીએ.

માર્ક ઝકરબર્ગને નોન ફેસબુક યુઝર્સ ડેટા કલેક્ટ કરવાના પ્રશ્નનો જવાબમાં જણાવ્યું કે, ‘અમે સુરક્ષાના કારણોથી એવા યુઝર્સનો પણ ડેટા કલેક્ટ કરી રહ્યા છીએ જેમાં ફેસબુક માટે સાઈન અપ નથી કર્યું’ એટલુજ નથી, મારક ઝકરબર્ગે અહી સુધી કહી નાખ્યું કે ફેસબુક યુઝર્સની અમુક જાણકારીઓ પ્યારે પણ ટ્રેક કરે છે જ્યારે તેમણે ફેસબુક લોગ ઓફ કરી રાખ્યું છે હાલાંકી આ પાછળ તેમની દલીલ આવી હતી કે આવું કરવાના કારણે આ જાણવા મળશે કે યુઝર વારંવાર સર્વિસ એક્સેસ કરવાની કોઈ યુઝરની જાણકારી લેવાની કોશિશ તો નથી કરી રહ્યો.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.