Abtak Media Google News

કારોબારીમાં સોજીત્રા, બાંધકામમાં સુવા લીગલમાં અમિતાબેન વસાવાની નિમણુંક

સામાન્ય સભા પાલીકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાના અધ્યક્ષ સ્થાને અને ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયાની હાજરીમાં મળેલ હતી. જેમાં ૧૪ જેટલી સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવતા કારોબારી સમિતિના ચેરમેન પદે જયશ્રીબેન સોજીત્રા, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મયુરભાઈ સુવા, ટાઉન પ્લાનીંગમાં ગોવિંદભાઈ બારૈયા, સ્ટ્રીટ લાઈટ સમિતિમાં અજયભાઈ જાગાણી, લીગલ સમિતિમાં અમિતાબેન વિરલભાઈ કાલાવડીયા જાહેર આરોગ્ય સમિતિમાં વર્ષાબેન કપુપરા, શિક્ષણ સમિતિમાં આરતીબેન ત્રિવેદી, પાણી પૂરવઠામાં કાળાભાઈ સુવા, વાહન ગેરેજ સમિતિમાં મનોજભાઈ નંદાણીયા, સમાજ કલ્યાણ સમિતિમાં રમાબેન કટારીયા, ગટર વ્યવસ્થામાં મંજુબેન માકડીયા ભરતી સમિતિમાંદાનભાઈ ચંદ્રવાડીયા જયારે કોલેજ સંચાલન સમિતિમાં હોદાની રૂએ પાલીકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાની નિમણુંક કરવામાં આવેલ હતી. જયારે નગરપાલીકામાં યાર્ડના પ્રતિનિધિ તરીકે સુશીલાબા જાડેજાની વરણી કરવામાં આવેલ હતી. વિવિધ સમિતિના નવા ચેરમેનની વરણીને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, નગરપાલીકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા શહેર ભાજપના પ્રમુખ માધવજીભાઈ પટેલ, આરડીસી બેંકના ડીરેકટર હરિભાઈ ઠુમર, સંઘનાપ્રમુખ વલ્લભભાઈ સખીયા મહામંત્રી નિકુલભાઈ ચંદ્રવાડીયા પૂર્વ પ્રમુખ રણુભા જાડેજા, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન વિક્રમસિંહ સોલંકી, કનુભાઈ સુવા, યાર્ડના વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, સતિષભાઈ સોજીત્રા, હરસુખભાઈ સોજીત્રા, જેન્તીભાઈ ગજેરા, જગદીશભાઈ કપુપરા, રશીદભાઈ શિવાણી સહતનાઓ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.