Abtak Media Google News

જેતલસર પાસે ‚રૂ ૧૪.૫૦ લાખના જીરુની થયેલી લુંટનો ભેદ ઉકેલાયો: ત્રણ ઝડપાયા

ઉપલેટાના પડવલા ગામેથી ૧૧,૭૦૦ કિલો જીરુ કબ્જે

જેતલસર પાસે બે દિવસ પહેલા કારમાં આવેલા છ શખ્સોએ જીરુ ભરેલા ટ્રકને આંતરી રૂ ૧૪.૫૦ લાખના જીરુ ભરેલા ટ્રકની થયેલી લુંટનો પોલીસે ભેદ ઉકેલી ઉપલેટાના પડવલા ગામેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂ૧૪.૫૦ લાખની કિંમતનું ૧૧,૭૦૦ કિલો જીરુ કબ્જે કર્યુ છે.

ગઇ તા. ૧૮/૦૪/૨૦૧૮ ના રોજ રાત્રીના સાડા અગીયારેક વાગ્યે રાજેશભાઇ રવજીભાઇ ટાંક પોતાના ટ્રકમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડથી જીરૂ ભરેલ બાચકા કિમત.રૂ. ૧૪,૫૦,૦૦૦/- ના લઇ જુનાગઢ જતા હતા તે દરમ્યાન જેતલસર ચોકડી પાસે છ અજાણ્યા ઇસમોએ આ રાજેશભાઇ ટાંક નું અપહરણ કરી તેની પાસેનો ટ્રક નં. ૠચઅ-૫૭૮૭ નો જીરૂ ભરેલ ટ્રક લુંટી લઇ પીસ્તોલ જેવુ હથીયાર બતાવી મારવા નો ભય બતાવી નાશી ગયેલ નો બનાવ પોલીસમાં નોંધાયો હતો.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા અંતરીપ સૂદે  આ અનડીટેકટ ગુનો શોધી કાઢવા એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા એલ.સી.બી. સ્ટાફ સાથે તથા જેતપુર તાલુકા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.  એચ.એ.જાડેજાને ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન આજરોજ એલ.સી.બી.  શાખાના પો. હેડ કોન્સ. મહિપાલસિંહ પી. જાડેજા બાતમી રાહે સચોટ હકિકત મળેલી કે, જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે થી જીરૂ ભરેલ ટ્રકની લૂટ થયેલ તે જી‚ ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં રહેતા ફારૂકભાઇ અબ્દુલભાઇ સુમરા  ની વાડીએ ફારૂકભાઇ અબ્દુલભાઇ સુમરા તથા વસીમભાઇ સલીમભાઇ સુમરા રહે- આંબલીયા ગામ તા. જુનાગઢ તથા ઇમરાનભાઇ જુસબભાઇ ખફી રહે- મસીતીયા તા. જામનગર વાળાઓ લુંટેલ જીરૂના બાચકાઓ સગેવગે કરે છે જે હકિકત આધારે એલ.સીબી. ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.ચાવડા તથા જેતપુર તાલુકા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એચ.એ.જાડેજા એલ.સી.બી. સ્ટાફ તથા જેતપુર તાલુકા પોલીસ ના સ્ટાફ સાથે ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં રહેતા ફારૂકભાઇ અબ્દુલભાઇ સુમરા ની વાડીએ તપાસ કરતા આરોપીઓ વસીમભાઇ સલીમભાઇ સુમરા રહે- આંબલીયા ગામ તા. જુનાગઢ તથા ઇમરાનભાઇ જુસબભાઇ ખફી રહે- મસીતીયા તા. જામનગર વાળાઓ લુંટેલ જીરૂના બાચકાઓ તથા બોરીઓ માં ભરેલ અંદાજીત જીરૂ- ૧૧,૭૦૦ કિલો  કિંમત.રૂ. ૧૪,૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપીઓ પકડી પાડેલ છે. અને બાકીના આરોપીઓ પકડી પાડવા તપાસ તજવીજ ચાલુ છે.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી..બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.ચાવડા તથા પો.સબ ઇન્સ. બી.એન.ચૌધરી જેતપુર તાલુકા પો.સ્ટે.ના પો..સબ ઇન્સ. એચ.એ.જાડેજા તથા પો.સબ ઇન્સ. જે.વી. વાઢીયા સા. તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. મહમદ રફીક હબીબભાઇ તથા પો.હેડ કોન્સ. મહેશભાઇ જાની તથા મહિપાલસિંહ જાડેજા તથા બ્રિજરાજસિંહ જાડેજા તથા રવિદેવભાઇ બારડ તથા બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા મયુરસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ સોલંકી તથા રસીકભાઇ જમોડ તથા ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા. અમુભાઇ વીરડા તથા ડ્રા. રાયધનભાઇ ડાંગર તથા ડ્રા. વિનયભાઇ રાજપુત તથા ડ્રા. નરેન્દ્રભાઇ દવે તથા જેતપુર તાલુકા પો.સ્ટે.ના એ.એસ.આઇ. ગૌતમભાઇત્રીવેદી તથા પો.હેડ કોન્સ. ભુરાભાઇ માલીવાડ તથા મહિપાલસિંહ ચુડાસમા તથા મુસ્તાકભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા અનીલભાઇ તથા દિનેશભાઇ ખાટરીયા તથા નીલેશભાઇ ડાંગર તથા પંકજસિંહ જાડેજા જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.