Abtak Media Google News

જામનગર બિલ્ડર્સ એસોશિએશનની તાજેતરમાં મળેલી બેઠકમાં બાંધકામના નિયમોનું સમાન ધોરણે પાલન કરાવવા માટે સંગઠીત થવા હાકલ કરવામાં આવી હતી.

જામનગર બિલ્ડર્સ એસોસિએશનની તાજેતરમાં આરામ હોટલ પર મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ક્રેડાઈના ચેરમેન, પ્રમુખ, ઉપ પ્રમુખ તથા સેક્રેટરી સહિતના હાજર રહ્યા હતાં.

ગુજરાતમાં બાંધકામના નિયમો જે રીતે પાલન કરવામાં આવે છે જેનો અમલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં થતો નથી જે માટે ક્રેડાઈ ગુજરાતનાં હોદ્દેદારોએ જામનગર બિલ્ડર એસોસીએશનનોને સંગઠીત થઈને ક્રેડાઈમાં જોડાવા સમજાવ્યા હતાં. સમાન નિયમોનું પાલન કરાવી શકાય તેવો આ બેઠકનો ઉદ્દેશ રહ્યો હતો.આ બેઠકમાં સંસ્થાના પ્રમુખ જમનભાઈ ફળદુએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વી.પી. મહેતા અને શેખરભાઈ સહિતના વક્તાઓએ વિષયને અનુરૃપ પ્રવચનો કરતાં બાંધકામના નિયમો સમાન ધોરણે પાલન થાય તે માટે સંગઠીત થવા હાકલ કરી હતી.

જામનગર બિલ્ડર્સ એસોસિએશનને રજુઆત કરી હતી કે ખેતીની જમીનમાં જે ૪૦ ટકા નિયમમાં છોડવાનો કાયદો આવેલ છે, તેમાં રોડ-રસ્તા તથા બીજી બધી આવતી કપાત બાદ મળવી જોઈએ. ગુજરાતના બધા મહાનગરોમાં ૧૨-૧૦-૨૦૧૭ પહેલાંની અરજીઓને જુના મુજબ મંજુરી આપેલ છે, તે જ રીતે જામનગરની ફાઈલો પેન્ડીંગ છે. તે સરકારમાંથી ક્રેડાઈ ક્લીયર કરાવી આપે, તેવી અપીલ પણ એસોસિએશને કરી હતી.

આ કાર્યક્રમ દરમ્યાન પ્રશ્નોતરી પણ યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ ક્રેડાઈના ચેરમેન શેખરભાઈ પટેલ, રાજકોટ ક્રેડાઈના ચેરમેન પરેશભાઈ ગજેરા, વાઈસ પ્રેસીડેન્ટ અમીતભાઈ રાજા, અમદાવાદ સિટી એસોસિએશનના સેક્રેટરી તજેષ જોશી, સંદીપ શેઠ, સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉ૫ પ્રમુખ અમરીશભાઈ મહેતા, મંત્રી પરેશભાઈ કારીયા, બિલ્ડર ભરતભાઈ પટેલ, ભરતભાઈ શાહ, ખજાનચી વિશાલ પંચમતીયા, નિલેશભાઈ ટોલીયા સહિતના આગેવાનો તથા એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.