Abtak Media Google News

લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ સોનમ કપૂર અને આનંદ આહુજાએ રિલેશનશીપ સ્વીકારી લીધી છે. અને હવે બંને લગ્ન કરવાના છે. બંનેના પરિવારોએ ૮મેએ લગ્ન થશે તેવી માહિતી આપી છે. સોનમ અને આનંદએ ઈકોફ્રેંડલી રીતે લગ્નના ઈ-કાર્ડ મહેમાનોને મોકલી દીધા છે.

માહિતી પ્રમાણે સોનમના લગ્ન હિંદુ રીત-રિવાજથી નહીં પરંતુ શીખ ધર્મના રિવાજો પ્રમાણે થશે. સોનમ આનંદ કારજ વિવાહ કરશે. આનંદ કારજની વિધિ હિંદુ ધર્મના રિવાજોથી બિલકુલ અલગ હોય છે.

આનંદ કારજમાં લગ્ન, મૂહુર્ત, શુકન-અપશુકન, નક્ષત્ર જોવા, કુંડળી મેળવવી વગેરે જરૂરી નથી હોતું. તો બીજી તરફ હિંદૂ વિધિથી થતાં લગ્નમાં આ બધી જ વસ્તુઓનું ઘણું મહત્વ હોય છે. શીખ ધર્મમાં જે લોકો ગુરુ પર આસ્થા રાખે છે તેઓ આનંદ કારજ કરે છે. આ લોકો માટે દરેક દિવસ શુભ હોય છે.

શીખ વિવાહને આનંદ કારજ કહેવાય છે. આનંદ કારજનો અર્થ થાય છે ખુશીનું કાર્ય. શીખ ગુરુઓ અનુસાર પારિવારિક જીવન અત્યંત મહત્વનું છે, માટે જ લગ્નને શુભ કાર્ય માનવામાં આવે છે.

આ લગ્નમાં વરને ગ્રંથ સાહેબ સામે બેસાડવામાં આવે છે અને વધૂ આવીને વરની ડાબી બાજુ બેસે છે. પછી ઈશ્વરની પ્રાર્થના કરવામાં આવે છે અને વર-વધૂને આશીર્વાદ આપવામાં આવે છે. ત્યારબાદ જે શીખ સંત લગ્ન કરાવી રહ્યા હોય તે યુગલને લગ્ન, તેના કર્તવ્યો અને જવાબદારીઓને નિભાવવા અંગેનું જ્ઞાન આપે છે.

આ દરમિયાન પિતા પાઘડીનો એક છેડો દુલ્હનના ખભા પર મૂકે છે અને બીજો છેડો વરરાજાના હાથમાં આપે છે. પછી બંને જણા ગુરુ ગ્રંથ સાહેબની આસપાસ ચાર ફેરા ફરે છે, જેને લવણ, લાવા કે ફેરા કહેવાય છે.

હિંદૂ લગ્નોમાં ૭ ફેરા ફરવાનો રિવાજ છે જ્યારે આનંદ કારજમાં ૪ ફેરા એટલે કે લવણ લેવાય છે. પ્રથમ ફેરામાં નામ લઈને સતકર્મની શિખામણ અપાય છે.

બીજા લાવામાં સાચ્ચા ગુરુને પામવાનો માર્ગ બતાવાય છે, જેથી દંપતી વચ્ચે અહંકાર ન આવે. ત્રીજા લાવામાં સંગત સાથે ગુરુવાણી બોલવાની શિખામણ અપાય છે. ચોથા અને અંતિમ ફેરામાં મનની શાંતિ અને ગુરુને પામવા માટે શબ્દો કહેવાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.