Abtak Media Google News

એન્ટેના ટેસ્ટિંગ લેબમાં થઈ’તી શોર્ટસર્કિટ જેથી લાગી આગ

આજે બપોરથી અમદાવાદ ખાતે આવેલા ઈસરોમાં આગ લાગી હતી. આ આગની ઘટનાની જાણ કરાતાં ફાયર બ્રિગેડના ૨૦ થી વધારે વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈસરોના 37 નંબરના રિસર્ચ સેન્ટરમાં આગ લાગી હતી. એન્ટેના ટેસ્ટિંગ લેબમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે કાબૂ મેળવી લીધો છે. આગને બુજાવતા જતા સી.આઈ.એસ.એફ. ના એક કર્મચારી ને ઈજા થઈ હતી

Ambulance
ambulance

ઈસરોએ મહત્વ ધરાવતી અને અગત્યની સંસ્થા છે જેમાં આજે બપોરે અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડની તમામ ગાડીઓના ઈસરો જવા આદેશ થયો. અતિ સંવેદનશીલ ગણાતા ઈસરોમાં આગ લાગવાથી કલેક્ટર, ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારો તેમજ ઈમર્જન્સી સેવાઓને એલર્ટ કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે  અને ફાયર બ્રિગેડના જવાનોએ મોરચો સાંભળી ને આગ પર કાબુ મેળવ્યો હતો.

હાલ પ્રાથમીક કારણને શોર્ટ સર્કિટ માનવામાં આવે છે

ફાયર બ્રિગેડના એડિશનલ ચીફ ઓફિસર રાજેશ ભટ્ટના જણાવ્યા અનુસાર આગ મેજર હતી અને કાબૂમાં છે. એન્ટિના ટેસ્ટિંગ લેબમાં આગ લાગી હતી. ધૂમાડા નીકળી રહ્યા છે થર્મોકોલમાં ઈલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટ લાગી હતી. તેવું જાણ કરવામાં આવી છે.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.