મોટા ભાગે પુરુષો ત્વચાની કાળજી પ્રત્યે બેદરકાર હોય છે એટલે તેમને મોટિવેટ કરવા એટલું જ કહેવું જોઈએ કે આજની છોકરીઓને ગ્રૂમ્ડ મેન પસંદ છે

ગલ્ર્સ ઘરની બહાર નીકળે ત્યારે સનસ્ક્રીન લગાવશે, દુપટ્ટાી હા અને ચહેરો કવર કરશે, આંખોને ઢાંકવા માટે ચશ્માં પણ પહેરશે. આટલું કર્યા પછી પણ તેઓ સ્કિનની કાળજી લેવા માટે ઘરેલુ ઉપાયો અજમાવશે. જ્યારે બોય્ઝે કોઈ પણ સીઝન હોય તેમની ત્વચાનો આપોઆપ મેળ બેસાડવો પડે. બોય્ઝની ત્વચાને પણ ઋતુ અસર કરતી હોય છે. પુરુષો પર્સનલ ગ્રૂમિંગ વિશે જાણે છે, પરંતુ એના પ્રત્યે ખાસ કાળજી નથી રાખતા.

ડર્મેટોલોજિસ્ટ ડોકટર કહે છે, બોય્ઝની સ્કિનને વધારે કાળજીની જરૂર હોય છે. તેઓ સામાન્ય રીતે સનસ્ક્રીન અને અન્ય પ્રોડક્ટ્સનો ઉપયોગ નથી કરતા હોતા, પરંતુ તેઓ દરરોજ શેવિંગ કરતા હોય છે એથી તેમની ત્વચાને રેઝર સાથે સંપર્કમાં આવવું પડતું હોય છે જે પુરુષોની ત્વચાને સખત બનાવે છે. પુરુષો બહાર નીકળતી વખતે એકદમ બેદરકાર હોય છે. જેઓ બાઇક ડ્રાઇવ નથી કરી રહ્યા તેમણે પણ છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.

જેઓ બાઇક ડ્રાઇવ કરે છે તેઓ હેલ્મેટી ચહેરાને રાહત આપી શકે. એ સિવાય ઘણા લોકો રૂમાલ બાંધતા હોય છે તો એ પણ ત્વચાની રક્ષા માટે સારું છે. પુરુષોને સનસ્ક્રીન ચીકણું લાગે છે એી તેઓ એકાદ વખત લગાવ્યા બાદ એનો ઉપયોગ કાયમ નથી કરતા, પરંતુ સ્કિનના પ્રકાર પ્રમાણે સનસ્ક્રીન પસંદ કરે તો તેમને આ સમસ્યા ન નડે.

વધુમાં ડોકટર કહે છે, ઉનાળામાં સ્કિન ટેન થઈ જાય એટલે ફોટોફેશ્યલ પણ કરાવી શકાય. આ સારવાર લેસિક છે, પરંતુ અસરકારક છે અને ત્વરિત ટેન્ડ સ્કિની છુટકારો મળે છે. પુરુષોને સ્કિનની કેર માટે મોટિવેટ કરવા એટલું જ કહેવું જરૂરી છે કે આજની છોકરીઓને ગ્રૂમ્ડ મેન પસંદ છે, તેમની પર્સનાલિટીમાં સ્કિન અને વાળનું પણ મહત્વ છે. ઉનાળામાં બહુ જ પરસેવો થાય ત્યારે પુરુષોએ લગભગ દરરોજ શેમ્પૂ કરવું જેથી તેમના વાળમાંથી ગંદકી દૂર થાય. એ સિવાય પુરુષો દરરોજ ઘરમાંથી બહાર નીકળવા પહેલાં અને ઑફિસમાં પહોંચ્યા બાદ પોતાનો ચહેરો સાદા પાણીથી ધોઈ શકે છે.

પુરુષો ચહેરો ધોવાનું શરૂ કરશે તો પણ તેમની સ્કિનને ઉનાળામાં રાહત મળશે. બ્યુટી-ેરપિસ્ટ કહે છે, પુરુષોને બધી જ પ્રોડક્ટ ક્રીમી હોવાી ગમતી નથી. તેમને મોટિવેટ કર્યા બાદ થોડો સમય ઉપયોગ કરે અને પછી બંધ કરી દે છે.

હું પહેલાંના સમયની વાત કરું તો પહેલાંના ક્રિકેટરો ચહેરા પર સનસ્ક્રીન લગાવીને ક્રિકેટ રમતા હતા. આજે ટેક્નોલોજી અને ટ્રીટમેન્ટ વધી છે એટલે તેઓ ક્વિક ટ્રીટમેન્ટ તરફ વળ્યા છે.

એમ છતાં સનસ્ક્રીન તો લગાવે છે. આજના યુવાનોને સ્કિનની સુરક્ષા માટે એકદમ સીધો અને સરળલૃ ઉપાય બતાવું કે તેઓ વોટર-બેઝ્ડ જેલ ફોર્મના ફેસવોશનો ઉપયોગ કરે. અઠવાડિયામાં એક વખત સ્ક્રબનો ઉપયોગ કરે. પુરુષો જ્યારે શેવ કરતા હોય ત્યારે સ્કિનનાં છિદ્રો ખૂલી જાય છે. એ ખુલ્લાં છિદ્રો લઈને જ તેઓ બહાર જાય છે એટલે તેમની ત્વચામાં વધારે ધૂળ ચોંટે છે.

જેલ ફોર્મ ફેસવોશ આ ધૂળને દૂર કરવા માટે સક્ષમ હોય છે. કંઈ નહીં તો માત્ર ફેસવોશી મોં ધોવાથી પણ ત્વચાની રક્ષા થશે. એ સિવાય બરફનો ટુકડો ત્વચા પર ઘસવાથી ફાયદો થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.