Abtak Media Google News

ફાયર બ્રિગેડે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

મોરબીના પંચાસર રોડ પર આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જાણવા મળ્યા મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં કોઈ કારણો સર આગ લાગતા મોરબી ફાયરની ટીમ ધટના સ્થળ પર પહોચી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો.
Img 20180511 Wa0005
વધુમાં પંચાસર રોડ પર ગીતા ઓઈલ મીલ પાસે આવેલ અધ્યા મંડપ સર્વિસના ગોડાઉનમાં આગની ઘટનાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમને થતા ફાયરની ટીમ ત્વરિત ધટના સ્થળ પર દોડી જઇ  આગ પર કાબુ મેળવ્યો હતો, આગને કારણે મોટાપાયે નુકશાન પહોંચ્યાંની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.