Abtak Media Google News

શહેરીજનોને આ જળ સંચય અભિયાનના કાર્યમાં સહભાગી બનવા અનુરોધ: મિરાણી-ડવ

 

ભાજપા સરદાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં સુજલામ-સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાયો હતો. તે અંતગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વીજ પટેલ, કમલેશ મિરાણી, નીતીન ભારદ્વાજ, અંજલીબેન ‚પાણી, ડો. જૈમન ઉ૫ાઘ્યાય, નેહલ શુકલ, દેવાંગ માંકડ, ફાલ્ગુનભાઇ ઉ૫ાઘ્યાય, ડો. દર્શીતાબેન શાહ, સહીતના ઉ૫સ્થિતિમાં વિધાનસભા-૬૯ ના વિસ્તારોમાં સુજલામ-સુફલામ યોજના જાજાગૃતિ રેલી યોજાઇ હત.. આ જનજાગૃતિ પ્રસ્થાન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ કરાવ્યું હતું.

આ રેલીનો પ્રારંભ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ખાતેથી લઇ જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, સરદારનગર મેઇન રોડ, એસ્ટ્રોન ચોક, અમીન માર્ગ, કોટેચા ચોક, યુનિવસીટી રોડ, આકાશવાણી ચોક, પુષ્કરધામ મેઇન રોડ થઇ ચંદ્રશેખર આઝાદની પ્રતિમા ખાતે સમાપન થયોહતો.

આ તકે યુવા મોરચા પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની ના માર્ગદર્શન હેઠળ અમીત બોરીચા, હીતેશ મારુ, સતીષ ગમારા, પાર્થરાજસિંહ, પૂર્વશે ભટ્ટ, કીશન ટીલવા, હીરેન રાવલ, આનંદ જાવીયા, સુનીલ મકવાણા, તેમજ વોર્ડની યુવા ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.