Abtak Media Google News

કોઈ જીન્સ ફિટિંગ, સ્ટાઇલ, કલર અને આવાં અનેક કારણોસર જો પહેરવાનું છોડી દીધું હોય તેમ છતાં એને સાચવી રાખવા માટે આપણને અનેક કારણો મળી રહે છે. જો ખરેખર જીન્સ એટલું જ વહાલું હોય તો એને એમ જ રાખવાને બદલે કંઈક ઉપયોગમાં લેવું જોઈએ. જીન્સ સાથે શું કરી શકાય એ જાણી લો.

  • જીન્સમાંથી કપની નીચે રાખવા માટેનાં કોસ્ટર્સ બનાવવાં સૌથી આસાન છે. જસ્ટ જીન્સને રાઉન્ડ અથવા ચોરસ આકારમાં કાપી લો અને બીજા કૉટનના કાપડની પાઇપિન અથવા ઝાલર લગાવો. એ સિવાય જીન્સમાંથી લાંબી પટ્ટીઓ કાપી એને કોઇલની જેમ ગોળ વાળીને પણ કોસ્ટર રેડી કરી શકાય.
  • જીન્સને નાના પણ એક માપના ચોરસ અથવા ત્રિકોણ ટુકડામાં કાપી લો અને આ બધાને જોઇન કરીને એક મોટો ચોરસ આકાર બનાવી એને જોડીને કુશન કવર બનાવી લો. આ પેચવર્કવાળા ડેનિમના કુશન કવર જેવું લાગશે.

કિચનમાં ચમચાઓ રાખવા માટે આ જીન્સના પોકેટને એક રેડ અથવા વાઇટ કોટનના કાપડ પર લગાવી દો અને પછી એને પાછળથી હેન્ગ કરવા માટે કંઈક બનાવો. ફ્રિજ પર લગાવવા માટે અથવા કિચનમાં ચમચીઓ રાખવા માટે આ પોકેટ યુનિક લાગશે. ત્રણથી ચાર પોકેટને જીન્સ કે બીજા પ્રિન્ટેડ કાપડ પર લગાવીને હોલ્ડર બનાવી શકાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.