Abtak Media Google News

કેરળમાં ચોમાસાએ એન્ટ્રી પાડી દીધી છે ત્યાં અરબી સમુદ્રમાં પણ ધીરે ધીરે ચોમાસાની આખરનો કરન્ટ જોવા મળી રહ્યો છે. દ્વારકાની સમુદ્ર સાથે જોડાયેલી ગોમતી નદીમાં આજરોજ ભરતીના સમયે સમુદ્રના પાણીમાં આખરનો કરન્ટ જોવા મળતાં આઠથી દસ ફુટ જેટલા બબ્બે મથાળા પાણીના મોજાઓ ઉછળ્યા હતા. સંગમનારાયણ મંદીર આસપાસના ઘાટો પરથી ગોમતી નદીમાં સ્નાનની સાવચેતીના પગલારૂપ મનાઇ ફરમાવી છે. આમ છતાં અન્ય ઘાટો પર પણ સમુદ્રની પાણી ભયજનક હોય તમામ ઘાટો પર હાલમાં સ્નાન કરવું કમસે કમ ભરતી સમયે તો જોખમભર્યુ જ જણાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.