Abtak Media Google News

રશિયા સાથે સંરક્ષણ સોદાનો પડઘો આગામી મહિને અમેરિકા સાથેની મંત્રણામાં જોવા મળે તેવી શકયતા

ભારતે અમેરીકાની ઓવરટેઇક કરી ૪૦૦૦ કીલોમીટરની મારણ ક્ષમતા ધરાવતી એસ-૪૦૦ ટ્રન્ફ મિસાઇલનો સોદો રશિયા સાથે કરતાં આગામી મહિને ભારત-અમેરીકા વચ્ચે વોશિગ્ટનમાં મળનાર બેઠકમાં ધેરાં પડઘા પડે તેવી શકયતા જોવા મળી રહી છે.

ભારત-ચીન સરહદે તણાવ વયના છેલ્લા ઘણા સમયથી ભારતે ૪૦૦૦ કિલોમીટરની મારણ ક્ષમતા ધરાવતી એસ-૪૦૦ ટ્રમ્ફ મિસાઇલ ખરીદવા રશિયા સાથે સોદો કર્યો હતો પરંતુ અમેરીકાએ આ સોદામાં રશિયાથી ઉચ્ચ્ ગુણવતા વાળી મિસાઇલ આપવા ઓફર આપી હતી પરંતુ તેમ છતા ભારતે રશિયા સાથે સંરક્ષણ સોદો ફાઇનલ કરી નાંખ્યો છે. બીજી તરફ એસ-૪૦૦ મિસાઇલના સોદાને લઇ ભારતે અમેરીકાને નકારતા સ્વાભાવિક પણે જ અમેરિકા નારાજ થાય તેવા અણસારો મળી રહ્યા છે. ત્યારે આગામી મહિને વોશિગ્ટન ખાતે મળનારી દ્વિપક્ષીય બેઠકમાં પણ રશિયા સાથેના સંરક્ષણ સોદો ચર્ચામાં રહે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરીકા દ્વારા સંરક્ષણ સોદાઓ માટે સીએએટીએસએ કાયદા હેઠળ કેટલાક પ્રતિબંધો મૂકયા છે. જો કે સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારામને સ્પષ્ટ કર્યુ હતું કે રશિયા સાથેનો આ સંરક્ષણ સોદાને કારણે કાયદાનું કોઇ જ ઉલ્લંધન કરવામાં આવ્યું નથી.

બીજી તરફ અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીએએટીએસએ અંતર્ગત રયિયા સાથે સંરક્ષણ સોદા કરનાર દેશો માટે પ્રતિબંધાત્મક જાહેર કયો  છે. ત્યારે ભારતે રશિયા સાથે લાંબા સમયથી ચાલતા એસ.૪૦૦ ટ્રમ્પ મિસાઇલનો સોદાને આખરી તબકકામાં પહોચાડતા હવે અમેરીકા આ મુદ્દે કેવો રવેયો અપનાવે છે ને જોવું રહ્યું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.