Abtak Media Google News

મન હોય તો માળવે જવાય

મન હોય તો માળવે જવાય કહેવતને સાર્થક કરતી બિહારની એક સાહસિક માતાની ઘટના સામે આવી છે.જો આપણને બોર્ડની પરીક્ષા આપવી પણ ખૂબ જ અઘરી લાગતી હોય છે ત્યારે વિચારો કે એક માતાએ બાળકને જન્મ આપ્યાના તુરંત જ બાદ ધોરણ 10ની પરીક્ષા આપી એ કેટલી અઘરી હશે!! બિહારના બાંકામાં 22 વર્ષની સાહસિક રુકમણીની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ રુકમણી આંબેડકર રેસીડેન્સીયલ હાઈ સ્કૂલની વિદ્યાર્થિની છે.બુધવારે રુક્મિણીને પરીક્ષા સમય પહેલા જ લેબર પેઇન શરૂ થયુ હતુ ત્યારબાદ તેને હોસ્પીટલ લઈ જવામાં આવી અને બાળકને જન્મ આપ્યા બાદ પરીક્ષા ખંડમાં પરત ફરી અને તેણીએ બોર્ડની પરીક્ષા આપી.

બિહારના બાંકામાં 22 વર્ષીય રુકમણી ભણતર પૂરું કરીને સારી નોકરીની ઈચ્છા ધરાવતી હતી. મંગળવારે તેણીએ ગણિતની પરીક્ષા આપી એ જ રાત્રે તેણીને પ્રસવ પીડા ઉપડી હતી. છતાં પણ તેણીએ બીજે દીવસે વિજ્ઞાનની પરીક્ષા આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો.રુકમણીએ તેના નિર્ણય અંગે પરીવાર જનો અનેઓથોરિટીને જાણ કરી. જેથી કરીને બુધવારે તેણી પરીક્ષા સમયના ત્રણ કલાક અગાઉ જ પરીક્ષા ખંડમાં પોહચી ગઈ. તેમજ તેણી માટે દરેક પ્રકારની સુવિધા તૈયાર રાખવામાં આવી હતી.જ્યારે તેણીને અચાનક જ ખૂબ જ લેબર પેઇન ઉપડતા રુકમણીએ ઓફિસરને જાણ કરી. પરીક્ષા સ્થળ પરથી જ રુકમણીને હોસ્પિટલ લઈ જવામાં આવી.

રુકમણી માટે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ માં રૂમ તૈયાર જ રાખવામાં આવ્યો હતો ડૉ ભોલેનાથના જણાવ્યા મૂજબ રુકમણીએ નોર્મલ ડિલિવરી દ્વારા સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.સ્વસ્થ દીકરાને જન્મ આપ્યા બાદ તેણીએ ફરી પરીક્ષા કેંદ્ર પર જવાની ઈચ્છા વ્યક્ત કરી. આવા કપરા સમયમાં બાંકાના. શિક્ષણ સતાવાર પવન કુમાર તેમજ રુકમણીએ એક સાહસિક ઉદાહરણ સમાજમાં ઉભુ કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.