Abtak Media Google News

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં વધુ એક વિશેષ કાર્યક્રમનું ઘડાતું આયોજન

શાળાના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા કાગળના ૭૦,૦૦૦ પીસ નિર્ધારીત રીતે ફોલ્ડ કરશે, તેમાથી તિરંગાની કલાકૃતિ તૈયાર કરી તેને મઢાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રખાશે

અગાઉ યુએઈમાં ૯.૪ ફૂટનો ફલેગ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો’તો

ફલેગ ઓફ યુનિટીના નિર્માણ માટે ઉપયોગમાં લેવાનાર પેપર પીસનું નિર્દશન કરતા જીલ્લા કલેક્ટર રેમ્યા મોહન.

રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કમીટીની રચના કરી તૈયારીનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા હાલ વિવિધ વિભાગોના તમામ કાર્યક્રમોનું સંકલન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન ઘડવામાં આવી રહ્યું હોવાનું જિલ્લા કલેકટર રૈમ્યા મોહને જણાવ્યું છે. તેઓએ કહ્યું હતું કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન ફલેગ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવશે. આ ફલેગ ઓફ યુનિટીની સાઈઝ ૧૦ ફૂટ રહેશે તો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.

7537D2F3 10

જિલ્લા કલેકટર રૈમ્યા મોહને વિસ્તૃત વિગત આપતા જણાવ્યું હતું કે, શહેરીજનોમાં ભાઈચારાની ભાવના વધે ઉપરાંત લોકો એકત્રીત થઈને કોઈ એક આર્ટ તૈયાર કરે તેવા હેતુથી ફલેગ ઓફ યુનિટીના નિર્માણનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. સંભવત: આ કાર્યક્રમ ૪ કે ૫ તારીખે યોજાશે. જેમાં શાળાના બાળકો તેમજ જાહેર જનતા ૬૦ થી ૭૦ હજાર જેટલા કાગળના પીસને નિર્ધારીતે ફોલ્ડ કરશે અને આ કાગળના આર્ટથી તિરંગો બનાવવામાં આવશે. જેની ખાસીયત એ હશે કે તેમાં ગુંદર કે અન્ય કોઈ ચીજ-વસ્તુનો ઉપયોગ કરવામાં નહીં આવે માત્ર પેપર ફોલ્ડીંગી તેની નિર્માણ કરવામાં આવશે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, અગાઉ યુનાઈટેડ આરબ અમીરાતમાં આ પ્રકારનો ફલેગ બનાવવામાં આવ્યો હતો જેની સાઈઝ ૯.૪ ફૂટની રહી હતી. આ ફલેગને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સન મળ્યું હતું. જેથી રાજકોટમાં નિર્માણ પામનાર ફલેગ ઓફ યુનિટીની સાઈઝ ૧૦ ફૂટ સુધી રાખવાનો લક્ષ્યાંક છે. જેથી આ ૧૦ ફૂટનો તિરંગો વર્લ્ડ બુકમાં સ્થાન પામશે. યુએઈ ખાતે ફલેગનું નિર્માણ જેમણે કર્યું હતું તે, રાજકોટના વિરાજબેન જ તિરંગાનું પણ નિર્માણ કરવાના છે. તેઓ ફકત આ ફોલ્ડીંગ પેપરની ગોઠવણી કરશે. જ્યારે પેપરને ફોલ્ડીંગ કરવાનું કામ વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા મળી કરશે. આ ફલેટ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ તેને મઢવામાં આવશે અને ત્યારબાદ તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.