Abtak Media Google News

ગુજરાતમાં વિકાસના ભલે બણગા ફૂંકવામાં આવતા હોય પણ હકિકત એ છે કે સ્વાઇન ફ્લૂ પર નિયંત્રણ મેળવવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે વધુ 185 લોકો સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવ્યા છે અને પાંચ લોકોએ તેના ખપ્પરમાં હોમાઇ ગયા છે.

છેલ્લા ૩ દિવસમાં જ સ્વાઇન ફ્લૂના 411 કેસ નોંધાયા છે અને જે આંકડો જ તંત્રની નિષ્ફળતા બયાં કરે છે. 1 જાન્યુઆરીથી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 6310 કેસ નોંધાઇ ચૂક્યા છે અને સત્તાવાર રીતે 398 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ છેલ્લા 3 દિવસથી સ્વાઇન ફ્લૂના કેસ વધવાનો ગ્રાઉ ઊંચે જઇ રહ્યો હોવા છતાં સરકાર હજુ પણ બિમારી પર નિયંત્રણ મેળવવાને સ્થાને ઢાંકપિછોડો કરવામાં જ વ્યસ્ત છે.

ગુજરાત સરકાર દ્વારા એ જ જૂનો રાગ આલાપવામાં આવી રહ્યો છે કે ગત  સપ્તાહની સરખામણીએ આ વખતે સ્વાઇન ફ્લૂના નવા કેસની સંખ્યામાં 40%નો ઘટાડો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં 2938 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આમ, અત્યારસુધી કુલ 5293 દર્દીઓ સ્વાઇન ફ્લૂને મા’ત આપી ચૂક્યા છે. શનિવારે 12 જિલ્લા, 1 મહાનગર પાલિકામાં એકપણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં મહદ્અંશે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રોગનો પ્રભાવ ઘટયો છે. ‘ બીજી તરફ અમદાવાદમાં આજે સ્વાઇન ફ્લૂના વધુ 70 કેસ નોંધાયા છે અને તેની સામે કુલ બેના મૃત્યુ થયા છે. અમદાવાદમાંથી જ છેલ્લા નવ મહિના દરમિયાન 100થી વધુ લોકોએ સ્વાઇન ફ્લૂ સામે જીવ ગુમાવ્યો છે. સ્વાઇન ફ્લૂ:

છેલ્લા ૩ દિવસના કેસ

ગુજરાત

તારીખ         મોત    કેસ

૭ સપ્ટેમ્બર    ૦૪    ૧૦૪

૮ સપ્ટેમ્બર    ૦૪    ૧૨૨

૯ સપ્ટેમ્બર    ૦૫    ૧૮૫

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.