Abtak Media Google News

આરએસએસના કાર્યકર્તા મન્સુખભાઈ છાપીયાની રક્તતુલા: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિન પર પુરા દેશમાં ભાવભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ ચેરીટેબલ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આરએસએસના જોગી કાર્યકર્તા મનસુખભાઇ છાપીયાનું રક્તતુલા પણ યોજવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટથી જ પોતાની રાજનીતિની સફર શરૂ કરી હતી. જેઓ આજ પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન છે. જેઓનો આજ 71માં જન્મદિન નિમિતે રાજકોટમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આઝાદી ક અમૃત મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન પર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને લોહીની જરૂરિયાતમંદ દર્દીઓ માટે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મહારક્તદાન શિબિરમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે લોહી એકઠું કરવમાં આવ્યું હતું. આ સાથે આરએસએસના કાર્યકર્તા મનસુખભાઇ છાપીયાનું રક્તતુલા પણ કરવામાં આવ્યું હતું.

આ મહારક્તદાન શિબિરને સફળ બનાવવા માટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા, ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.વલ્લભ કથીરીયા, હંસિકાબેન મણિયાર, જ્યોતીન્દ્ર મહેતા, શિવુભાઈ દવે સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.