Abtak Media Google News

Mansukh Mandaviya 4 દેશ વિકાસની દિશામાં, તેમાં જન આશિર્વાદની જરૂર: મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનો રાજકોટથી રંગારંગ પ્રારંભ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશિર્વાદ યાત્રાની રાજકોટથી પ્રારંભ થયો છે. આ વેળાએ તેઓએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની સરકાર 7 વર્ષથી શાસનમાં છે. આ દરમિયાન તેઓએ વિકાસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે દેશ વિકાસની દિશામાં પુરપાટ જઈ રહ્યો છે. તેથી હવે જન આશિર્વાદની ખુબ જરૂર છે માટે આ જન આશિર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાએ જન આશીર્વાદ યાત્રામાં માહિતી આપી હતી કે દેશમાં કોવિડ રસીકરણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને અમને આશા છે કે આગામી કેટલાક મહિનાઓમાં અમે સંપૂર્ણ રસીકરણનું લક્ષ્ય હાંસલ કરીશું. માંડવિયાએ એ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં દેશમાં કોવિડ રસીનું ઉત્પાદન અને સંખ્યા બંને વધશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ માહિતી આપી કે 18 ઓગસ્ટ, ર011ના સાંજે 5 વાગ્યા સુધી, દેશભરમાં 56.36 કરોડ લોકોને કોવિડ સામે રસી આપવામાં આવી છે અને ખૂબ જ જલદી અમે 60 કરોડ રસીઓના આંકડાને સ્પર્શવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા અને રસીકરણની ગતિને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે.

માંડવિયાએ કહ્યું કે 16 ઓગસ્ટના રોજ દેશભરમાં 88 લાખથી વધુ રસીકરણ ડોઝ આપવામાં આવ્યા હતા. આ પોતે એક વર્લ્ડ રેકોર્ડ છે. કોઈ પણ દેશે એક દિવસમાં આટલી બધી રસીના ડોઝ લગાવ્યા નથી. એ જ રીતે, ર1 જૂને, એક નવો રેકોર્ડ સ્થાપિત થયો જ્યારે તે દિવસે 81 લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા. કોવિડ-19 રસીઓની સાર્વત્રિક ઉપલબ્ધતાનો નવો રાઉન્ડ ર1 જૂન, ર0ર1 થી શરૂ કરવામાં આવ્યો છે. આ દિવસથી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રસી દેશના લોકો માટે સંપૂર્ણપણે મફત આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાનની પહેલ પર જ ‘બધા માટે રસી, મફત રસી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. જેના કારણે દેશમાં રસીકરણની ગતિ વધી છે.

માંડવિયાએ કહ્યું કે જ્યારે ભારતમાં કોવિડ રોગચાળાની પ્રથમ લહેર આવી ત્યારે તે સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રસી બનાવવાની પહેલ શરૂ કરી. તેમના આહ્વાન પર ભારત કોવિસિનના સ્વરૂપે સ્વદેશી કોવિડ રસી વિકસાવવામાં સફળ થયું. વડાપ્રધાને જાતે રસી બનાવતી કંપનીઓની મુલાકાત લીધી અને તમામ હિતધારકો સાથે વાતચીત કરીને એ સુનિશ્ચિત કર્યું કે દેશમાં માત્ર રસી યોગ્ય રીતે ઉત્પન્ન થતી નથી પણ સારી રીતે વિતરિત થાય છે અને લોકોને યોગ્ય રીતે ડોઝ પણ મળે છે. તેમણે કહ્યું કે એપ્રિલ ર0ર0માં જ વૈજ્ઞાનિકોએ રસી પર કામ શરૂ કર્યું. સરકારે રસી ઉત્પાદકોને મદદ કરી. તેમણે કહ્યું કે વિશ્વની રસી મોંઘી છે, આપણી સસ્તી

Mansukh Mandaviya 21

માંડવિયાએ માહિતી આપી કે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે વધુને વધુ રસીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને દેશમાં રસીનું ઉત્પાદન વધારવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. દેશમાં રસીનું ઉત્પાદન વધારવા માટે મોદી સરકાર સંબંધિત કંપનીઓ સાથે સતત વાત કરી રહી છે અને તેમને દરેક સંભવિત રીતે મદદ કરી રહી છે. તેમણે એ પણ જણાવ્યું કે કયા દિવસે, કયા રાજ્યમાં કેટલા રસી ડોઝ પુરા પાડવામાં આવશે, તેની માહિતી રાજ્યોને અગાઉથી આપવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે તેઓ જિલ્લા કક્ષાએ તેમની વ્યુહરચના બનાવી શકે અને વધુ સારા આયોજન સાથે રસીકરણ કરાવી શકે. 18 ઓગસ્ટ સુધી સ્થિતિ એ હતી કે 94 લાખ રસી ડોઝ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ હતા.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જન આશિર્વાદ યાત્રાને સફળ બનાવવા બદલ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ અને શહેરીજનોનો જાહેર આભાર વ્યક્ત કરતા જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી માન. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રા થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે તે અંગર્તત  રાજકોટ મહાનગર ખાતેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની  જન આશિર્વાદ યાત્રા નો એરપોર્ટ ખાતેથી પ્રારંભ થયેલ હતો, અને આ જન આશિર્વાદ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી ત્યારે શહેર ભાજપ, વિવિધ સંસ્થાઓ ધ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, સમગ્ર રૂટ પર સુશોભન, ફુલોની પાંખડી, ઝંડી, ઝંડા, હોડીંગ્સ, બેનર વડે કેસરીયો માહોલ છવાયો હતો ત્યારે આ યાત્રાને સફળ બનાવવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી. અને આ જન આશિર્વાદ યાત્રા ને શહેરીજનોએ ઉમળકાભેર આવકારી હતી અને જનસમુદાય સ્વયંભુ ઉમટી પડેલ હતો ત્યારે આ જન આશિર્વાદ યાત્રા ને સફળ બનાવવા બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ અને શહેરીજનોનો જાહેર આભાર વ્યક્ત કરેલ હતો.

Mansukh Mandaviya 31

હરેશ જોષી  પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે રાજકોટ મહાનગર ખાતે જન આશિર્વાદ યાત્રાને સફળ બનાવવા બદલ બક્ષ્ાીપંચ મોરચાના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ અને શહેરીજનોનો જાહેર આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવતા  જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રા થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે તે અંતર્ગત  રાજકોટ મહાનગર ખાતેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની   જન આશિર્વાદ યાત્રા નો એરપોર્ટ ખાતેથી પ્રારંભ થયેલ હતો, અને આ જન આશિર્વાદ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી ત્યારે શહેર ભાજપ, વિવિધ સંસ્થાઓ ધ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, અને ઉદય કાનગડના માર્ગદર્શન હેઠળ બક્ષ્ાીપંચ મોરચાના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ આ યાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ત્યારે આ જન આશિર્વાદ યાત્રા ને સફળ બનાવવા બદલ ઉદય કાનગડે બક્ષ્ાીપંચ મોરચાના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ અને શહેરીજનોનો જાહેર આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવેલ હતા.

રાજકોટમાંજન આશિર્વાદ યાત્રાને ફુલડે વધાવતા શહેરીજનો

વિવિધ રૂટ પર ફુલોની પાંખડી, દેશભક્તિના ગીતો, રાસમંડળીની રમઝટથી યાત્રાનું ભ્યાતિભવ્ય સ્વાગત કરતું શહેર ભાજપ

Mansukh Mandaviya 12

દેશના પ્રધાનમંત્રી માન. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રા થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે જન આશિર્વાદ યાત્રા માં  એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આગમન સાથે  એરપોટર્ંથી શાનદાર પ્રારંભ થયો હતો અને શહેર ભાજપ ધ્વારા આ યાત્રાનું બેન્ડ,ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું ભવ્ય સ્વાગત થયુ હતું અને  ત્યારબાદ  રેેસકોર્ષ, કીસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ,ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ આ યાત્રાનું સમાપન થયેલ ત્યારે યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ સર્જાયો હતો અને વિવિધ સમાજના લોકો ધ્વારા પરંપરાગત પહેરવેશમાં યાત્રાનું ભ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને જન આશિર્વાદ યાત્રા ને સત્કારવા જનસમુદાય સ્વયંભુ ઉમટી પડયો હતો, શહેરીજનોએ જન આશિર્વાદ યાત્રા ને ફુલડે વધાવી હતી  ત્યારે વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત, ગરબી મંડળની બાળાઓ ધ્વારા રાસની રમઝટ, દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું, યાત્રા દરમ્યાન  સંતો-મહંતોએ આર્શિવચન પાઠવેલ તેમજ વિવિધ કલાકારોએ પોતાની કલા પીરસી ધ્વારા આ યાત્રાને ચાર ચાંદ લગાવ્યા હતા. ત્યારે  સમગ્ર રૂટ પર ભાજપના પાંચ હજારથી વધુ ઝંડા અને વીસ હજારથી વધુ ઝંડી લગાવી કેસરીયો

માહોલ છવાયો હતો.ત્યારે વિવિધ આગેવાનોને સભા, ઓડીટોરીયમ સોશ્યલ ડીસ્ટન્સ, સમાજ બેઠક વ્યવસ્થા, ડોકટર બેઠક વ્યવસ્થા, રૂટ સુશોભન, રૂટ પર બેનર હોડીંગ્સ, રૂટ પર સ્વાગત, વાહન વ્યવસ્થા અંતગર્ત જવાબદારીની સોંપણી કરવામાં આવી હતી. ત્યારે આ જન આશિર્વાદ યાત્રા ખરા અર્થમાં જનમાનસના માનસપટ પર અંક્તિ થાય તે માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આ યાત્રાને શાનદાર રીતે સત્કારવા માટે શહેર ભાજપ ધ્વારા ભ્યાતિભવ્ય આયોજન થયુ હતું.

ે આ જન આશિર્વાદ યાત્રા ને સફળ અને યાદગાર બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ બક્ષ્ાીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેરના મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષ્ાાબેન બોળીયા, કશ્યપ શુકલ   સહીતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ દિવસ-રાત એક કરીને પિરશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી.

Mansukh Mandaviya 32 કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ર્માં ખોડિયારના ચરણોમાં શીશ ઝુકાવ્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટથી ખોડલધામ કાગવડ પહોંચ્યા હતા. આ વેળાએ રસ્તામાં તેઓનું અનેક જગ્યાએ સન્માન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ખાતે  કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ખોડિયાર માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

ખોડલધામ ખાતે મંત્રી મનસુખ માંડવિયાએ ધ્વજા પણ ચડાવી હતી. ખોડલધામ મંદિરની મુલાકાત વેળાએ પાટીદાર સમાજના નેતા નરેશભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપના નેતા જીતુભાઇ વાઘાણીએ મંત્રી મનસુખભાઈ માંડવિયાનું અદકેરું સ્વાગત કર્યું હતું. મંદિરમાં માતાજીના દર્શન બાદ મંત્રીએ પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બેઠક પણ યોજી હતી.

બે પાટીદાર નેતાઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળતા સમાજનું ગૌરવ વધ્યું: જયેશ રાદડિયા

Mansukh Mandaviya 22

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન સંવેદના યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપ મહાનગર બાદ પાટીદાર સમાજ સાથે પણ તેઓની બેઠક મળી છે. તેઓએ ખોડલધામ ખાતે મા ખોડલના આશીર્વાદ મેળવીને આ યાત્રાને આગળ વધારી છે. અંતમાં તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રીએ બે પાટીદાર નેતા મનસુખભાઇ માંડવીયા અને પરસોતમ રૂપાલાને મંત્રીમંડળના સ્થાન આપતા પાટીદાર સમાજનું ગૌરવ વધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.