Abtak Media Google News

ભાઈએ સાવકી બહેન પર પાંચ વખત દુષ્કર્મ આચયું

પિતા પાસે રડતી આંખે આપવીતી વર્ણવતા બાદ પોલીસમાં ફરિયાદ કરતા નોધાઇ : નરાધમ ભાઈની ધરપકડ

રક્ષાબંધનના એક માસ પૂર્વે ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન ઘટના બનવા પામી છે.રાજકોટમાં સાવકા ભાઈએ એકલતાનો લાભ લઇ સગીરવયની બહેનને પર પાંચ વખત દુષ્કર્મ આચર્યું હોવાની દીકરીએ પિતા સમક્ષ રડતી આંખે આપવીતી વર્ણવયા બાદ આ મામલે ભક્તિનગર પોલીસે પિતાની ફરિયાદ પરથી નરાધમ ભાઈ સામે ગુનો નોંધી આરોપીની ધ2પકડ કરી છે.

મળતી માહિતી અનુસાર મૂળ બોટાદ પંથકના અને છેલ્લા દોઢેક વર્ષથી કોઠારિયા રોડ રહી હીરા ઘસવાનું મજૂરીકામ કરતા પ્રોઢે તેની 17 વર્ષીય સગી દીકરી સાથે થયેલ દુષ્કર્મ અંગે હિતેશ ઉર્ફે ભોલો ગોપાલભાઈ ડીવાર ઉ.21 નામના તેના સાવકા ભાઈનું નામે આપતા ભક્તિનગર પોલીસ ગુનો નોંધ્યો હતો જેમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી પ્રથમ પત્નીનું 2006માં અવસાન થયું હતું તેના થકી સંતાનમાં એક દીકરી છે તેણીના અવસાન બાદ મેં અમારી જ જ્ઞાતિના હંસાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા તેણે આગલા ઘરનો દીકરો હિતેશ છે મને પગમાં દુખાવો થતો હોવાથી 20 જૂને ભાવનગર દાખલ થયો હતો ત્યા ગોળા બદલાવવાનું ઓપરેશન કરાવ્યા બાદ અમારા વતનમાં જ રોકાર્યો હતો મારી પત્ની બંને બાળકોને રાજકોટ મૂકી ફરી સેવા કરવા ગામડે આવી હતી ત્યારે ભાઈ-બહેન બંને રાજકોટ રહ્યા હતા.

ગત. 29 તારીખે મારા પિતા દીકરીને લઈને ગામડે આવ્યા ત્યારે દીકરી રડવા લાગી હતી મારા ભાભીએ પૂછતાં ભાઈએ તેની સાથે ખોટું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું જેથી મેં દીકરીને પૂછતાં તેણીએ જણાવેલ કે હું રાત્રે સુતી હતી ત્યારે ભાઈ કપડા કાઢી મારી બાજુમાં સુઈ જતો અને મારા બધા કપડા કાઢી ચાર પાંચ વખત ખોટું કામ કર્યું હતું.જેથી સગીરાની આપવીતી બાદ ભક્તિનગર પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા, રાઈટર નીલેશભાઈ મકવાણા સહિતે સાવકા ભાઈ સામે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.