Abtak Media Google News

નવા સીમાંકનમાં કાશ્મીર કરતા જમ્મુની ધારાસભા બેઠકો વધારી રાજકીય સંતુલન લાવવા કવાયત હાથ ધરાઈ

જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં રાજકીય સંતુલન જાળવવા માટે કેન્દ્ર સરકાર હવે નવા સીમાંકન કરવા જઈ રહી છે. અત્યાર સુધી જમ્મુનું રાજકીય મહત્વ એક હદમાં સમાયેલું હતું. પરંતુ નવા સીમાંકન બાદ કાશ્મીર કરતા જમ્મુના રાજકારણને વધુ મહત્વ મળશે. જમ્મુમાંથી કાશ્મીર કરતા વધુ ધારાસભ્યો રહે તો દેશમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ ઉપર રોક લગાવી શકાય. જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ કેટલાક સ્થળે દેશ વિરોધી પ્રવૃતિ કરનાર લોકોનું રાજકીય કદ વધુ છે. આ લોકોને કદ પ્રમાણે વેંતરવા માટે જમ્મુની ધારાસભા બેઠકોને વધારવામાં આવશે તેવું માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની સમાપ્તી સાથે રાજયના વિકાસ માટે અવરોધરૂપ બનતા જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તા સઁપૂર્ણ પણે બંધારણીય રીતે સમાપ્ત કરીને રાજયને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભેળવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સફળ પ્રયાસો બાદ હવે જમ્મુના રાજકીય મહતવ વધારવા, સરકારે જમ્મુ-કાશ્મીરના એક જ વર્ષમાં સંપૂર્ણ નવુ સીમાંકન અમલમાં લાવવાની કવાયત હાથ ધરી છે જેનાથી જમ્મુ પ્રાંતને વધુ રાજકીય મહત્વ આપી સરકાર અને સત્તામાં જમ્મુમાંથી કાશ્મીર કરતાં વધુ ધારાસભ્યો ચુંટાય શકે. કાશ્મીર કરતાં કેન્દ્ર શાસિત દેશના ધારાસભ્યોની સંખ્યા વધારવા સરકારે કવાયત હાથ ધરી છે. આ સીમાંકનથી રાજકીય ક્ષેત્ર જમ્મુ-કાશ્મીરનું સંલુતન ઉભું થશે.

Advertisement

જમ્મુ-કાશ્મીર પુન:સ્થાપના ધારા અંતર્ગત જમ્મુ-કાશ્મીરની વર્તમાન ૮૫ બેઠકોમાં ૭ બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જો કે પાક. કબજાગ્રસ્ત કાશ્મીરની ર૪ બેઠકોને આ નવા સીમાંકનમાં સામેલ કરવામાં આવી નથી. વર્તમાન કાશ્મીર પ્રદેશમાં અત્યારે વિધાનસભાની ૪૬ બેઠકો અને જમ્મુની ૩૭ એકર નિમણુંક સભ્યોની બંધારણ્ય વ્યવસ્થા મુજબ વિધાનસભા ચાલે છે. સીમાંકન સમિતિ દ્વારા આવી જ કવાયત  ચાર ઉત્તર-પૂર્વ રાજય આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરને પણ ૨૦૧૧ની વસ્તી ગણતરીને અનુલક્ષીને વિધાનસભાની બેઠકોનું વિભાજન કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા મુજબ જમ્મુમાં ૧૯૯૦ ના દાયકામાં આંતરી પ્રવૃતિઓથી હિજરત કરી જમ્મુમાં આવીને વસેલા વિસ્થાપિતોને નવી વ્યવસ્થા થી વિધાનસભામાં વધુ પ્રતિનિધિત્વ મળશે.

હિન્દુની વધુ વસ્તી ધરાવતા જમ્મુમાં ખીણપ્રદેશમાં સશસ્ત્ર આતંકીયોના ત્રાસના કારણે ૧૯૮૯ માં દાયકામાં હિન્દુ અને મુસ્લીમ બન્ને પક્ષની જમ્મુમાં ધસારો થયો હતો. તેમ છતાં જો જમ્મુને વધુ બેઠકો વસ્તીના આધારે ફાળવવામાં આવે તો પ્રત્યેક મત વિસ્તારમાં તમામ વર્ગના મિશ્ર મતદારોનું પ્રમાણ રહેશે. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં ૧૯૯૫માં નવું સીમાંકન અમલમાં આવ્યું હતું.

પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરની ૩૪ બેઠકોને આ નવી ગણતરીમાં સામેલ કરવામાં આવી નથી અને તમામ બેઠકોને કોઇ જાતના ફેરફાર વગર નવી સીમાંકન ની કવાયતમાં હાથ અડાકિયા વગર બાકાત રાખવામાં આવ્યા છે. તથા સીમાંકનની કવાયત અનુસુચિત જાતિ, અનુ. જનજાતિ, આદિવાસી, પુન:વસન ધારા મુજબ અમલમાં આવશે. અને અનામત બેઠકો અંગે પણ જમ્મુ પ્રદેશ માં રાજકીય રીતે સંતુલન અને પછાત વર્ગના હક, હિતને જાળવી રાખવાના અભિગમ તરફ સરકારનો સવિશેષ ઝુકાવ રહેશે. નવા સીમાંકનમાં પંચ દ્વારા નવા મત વિસ્તારની રચના કરવામાં દરેક મત ક્ષેત્રની ભૌગોલિક સ્થિતિ, તાલુકા, જીલ્લાઓને સાથે રાખવાની ખાસ વ્યવસ્થાને ચીવટપૂર્વક જાળવવામાં આવશે.

ચુંટણી પંચ દ્વારા સીમાંકનની આ દરખાસ્ત  સત્તાવાર રીતે જારી કરીને સુચનો અને વિરોધ માટે જાહેરાત કરવામાં આવી છે. નવા સીમાંકન નો અમલ તમામ સુચનાઓને માંગણીઓને સંપૂર્ણપણે ન્યાય આપીને કરવામાં આવશે તેમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨-૦ કેન્દ્ર સરકારે ભાજપના રાષ્ટ્રવાદી એજન્ડાના મહત્વના મુસદ્દ એવા જમ્મુ-કાશ્મીરના વિકાસના અવરોધ રુમ કલમ ૩૭૦ ના બંધારણીય રીતે વચન પુરો કરીને કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહના સરળતાથી કોઇપણ જાતની હિંસા કે બળ પ્રયોગ વગર ભેળવીને રાજકીય રીતે એકે ઐતિહાસિક સફળતા મેળવ્યા બાદ હવે બંધારણીય રીતે જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને અત્યાર સુધી જે પ્રદેશને ખુબ સહન કરવું પડયું હતું તેવા જમ્મુનું રાજકીય મહત્વ વધારવા અને કાશ્મીરની ખીણમાંથી આતંકીઓના ખોફે હિજરત કરી જમ્મુમાં વસેલા કાશ્મીરીઓને વિધાનસભામાં વધુ પ્રતિનિધિત્વ આપવા માટે સરકારે જમ્મુ કાશ્મીરનું નવું સીમાંકન અમલમાં લાવવા હાલ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ૧૦૭ માંથી ૧૧૪ બેઠક કરવાની કવાયત હાથ ધરી છે.

આઈએસ સાથે જોડાયેલા યુગલનો દિલ્હીમાં બોમ્બ ધડાકાનો મનસુબો નાકામ

દેશમાં ફિદાઈન હુમલો કરવાની તૈયારી કરી રહેલા યુગલને સુરક્ષા વિભાગે પકડી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ યુગલના તાર આઈએસ સો જોડાયેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયે નાગરિકત્વ કાયદો અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યારે આ પ્રદર્શન દરમિયાન દેશમાં આતંકી હુમલા કરવાનું ષડયંત્ર રચાયું હોવાનું સામે આવ્યું છે. હુમલો થાય તે પહેલા જહાનજેબ સમી અને તેની પત્ની મીના બસીરને સુરક્ષા વિભાગે ઝડપી પાડી હતી. જામીયા યુનિવર્સિટી નજીક જામીયાનગરમાંથી આ બન્નેને પકડી પાડ્યા હતા. નોંધનીય છે કે, સીએએનો વિરોધ શાહીનબાગની જેમ જામીયા યુનિવર્સિટી ખાતે પણ થઈ રહ્યો છે. સીએએના વિરોધ પાછળ પાકિસ્તાન સહિતના દુષ્મન દેશોનો હાથ હોવાના નિવેદન અગાઉ કેટલાક નેતાઓ આપી ચૂકયા હતા. દરમિયાન હવે આઈએસ પણ વિરોધ પ્રદર્શન પાછળ ક્યાંક જોડાયેલ હોવાનું પ્રકાશમાં આવ્યું હોવાની ચર્ચા શરૂ થતાં સુરક્ષા વિભાગ સતર્ક બની ગયું છે. પકડાયેલા કપલની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.