Abtak Media Google News

ભાજપના રાજમાં સેનાનું મનોબળ પણ વઘ્યું હવે સરહદમાં ધુસતા જ આતંકવાદીઆનેે ઠાર કરી દેવાય છે

અમદાવાદ ખાતે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં દેશના વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદી ના કાર્યકાળના 9 વર્ષ પુર્ણ થતા વિશાળ જનસભા યોજાઇ હતી.

આ કાર્યક્રમમાં  સી.આર.પાટીલે સભા સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત અને દેશની જનતાને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ વઘતો જ જાય છે. આજની સભામાં ખીચો ખીચ ઉપસ્થિત જન સંખ્યા બતાવે છે કે નરેન્દ્રભાઇ મોદી  પ્રત્યે તમને કેટલો પ્રેમ છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરેલા વિકાસના કામ વડાપ્રધાન બન્યા પછી પણ વિકાસના કામો કરી રહ્યા છે અને આ કામનો  હિસાબ જનતાને આપવા 56ની છાતી જોઇએ.  નરેન્દ્રભાઇ મોદીએ  દેશ અને ગુજરાત માટે કરેલા કામોથી જનતામાં એક સંતોષનું વાતાવરણ જોવા મળે છે.

પાટીલએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકારમાં આંતકીઓ છાશવારે દેશમાં ઘુસી જતા અને સમાચારોમાં હેડલાઇન બનતી પરુંતુ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકારમાં આપણી સેનાના જવાનાઓ આંતકીઓને શરહદ પર જ ઢાર કરી દે છે. દેશને આંતરીક અને બાહ્ય સુરક્ષા આપી છે. આજે આપણી સેનાના જવાનો અત્યંઆધુનિક શસ્ત્રથી સજ્જ કરી છે અને સેના આંતકીઓના ઘરે ઘુસી ખાતમો કરી નાખે છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત નબળુ નથી આજે ભારત દુશ્મનોને ઘરે ઘુસી જવાબ આપે છે. ઇતિહાસમાં કોઇ પણ દુશ્મન દેશનો પાયલોટ જો ઝડપાય તો તેને આકરી યાતના આપવામાં આવે અથવા ફાંસી આપવામાં આવે પરંતુ મોદીની સરકારમાં એનો પાયલોટ ઝડપાય તો પાકિસ્તાન તે પાયલોટ પર કોઇ યાતના કરે તે પાકિસ્તાનની તાકાત નથી અને 24 કલાકની અંદર પાકિસ્તાનની સંસદમાં ઠરાવ કરી   પાયલોટ અભિનંદનને પાછા ભારત મોકલી દીધા. કોઇ પાયલોટ 24 કલાકમાં પાછો આવ્યો હોય તે પહેલી વાર મોદી સરકારમાં થયું છે.

પવડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદી  દેશને પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય,ાંઘણ ગેસના કનેકશન આપ્યા તેમજ ખેડૂતો,મહિલા,યુવાનોને લાભ થાય તેવી જુદી-જુદી 180 યોજનાઓ દરેક સેકટરમાં બનાવી છે. દેશના પહેલા એવા વડાપ્રધાન છે કે યુવાનો પર વિશ્વાસ રાખે છે અને તેમને ધંધા માટે લોનની વ્યવસ્થા કરાવી છે. આજે મેટ્રો ટ્રેનની મુસાફરી કરી શકાય તે માટે 15 નવા શહેરોમાં મેટ્રો શરૂ કરાવી. મોદી સરકારમાં દેશમાં અંત્યત આધુનિક હોસ્પિટલો બની, આધુનિક રેલવે સ્ટેશન અને એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. કોરોનાની રસી આપણા દેશમાં બનશે તેવું કોઇએ કલ્પના નોહતી કરી પરંતુ મોદી સરકારે દેશને એક નહી બે રસી આપી અને વિના મુલ્યે રસી આપી કોરોનાથી સુરક્ષીત કર્યા છે. યુક્રેનમાં ફસાયેલા આપણા વિદ્યાર્થીઓને મોદી સરકાર સુરક્ષીત ભારત પરત લાવી છે. ગુજરાતમાં યાત્રાધામનો વિકાસ મોદી સરકારમાં કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  પ્રાચિન સંસ્કૃતિની ઘરોહર ગણાતા આપણા યોગને વિશ્વ સમક્ષ લઇ ગયા અને આજે આખુ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરે છે.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા,પ્રદેશના સહ કોષાઅધ્યક્ષ ધર્મેન્દ્રભાઇ શાહ, અમદાવાદ શહેરના મહામંત્રીઓ ભુષણભાઇ ભટ્ટ,  જીતુભાઇ ભગત, પરેશભાઇ લાખાણી, અમદાવાદ શહેરના મેયર કિરિટભાઇ પરમાર, ધારાસભ્યઓ દર્શનાબેન, અમુલભાઇ ભટ્ટ, હસમુખભાઇ પટેલ,  કૌશિકભાઇ જૈન,પુર્વ મંત્રી પ્રદિપભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતશભાઇ બારોટ સહિત હોદ્દેદારઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.