પ્રથમવાર શાળાના પગથીયા ચડતા બાળકને ઘણું બધું આવડતું હોય !!

દુનિયાના ઘણા મહાનુભાવોને તેની માતાએ અઘ્યયન કરાવીને ટોચે પહોચાડયા છે. તો પછી શાળાનો વિદ્યાર્થી જીવનમાં શું રોલ હોય શકે તેવો પ્રશ્ર્ન જ ચિંતનનો છે. ‘સ્વ અઘ્યયન’ શિક્ષણ કે અભ્યાસ કાર્યમાં સૌથી અગત્યની બાબત છે. નાનું બાળક કોઇ બાળકને સાયકલ ચલાવતા નિહાળેને બાદમાં તે પોતે જાતે ચલાવે છે. જો એમાં તેને મુશ્કેલી જણાય તો ફરી તે બાળકને ચલાવવાનું કહે છે. સતત દ્રઢિકરણ અને જાત અનુભવથી બાળક સાયકલ ચલાવતા શીખી જાય છે. આજ વાત શિક્ષણમાં લાગુ પડે છે. બાળકને સાયકલ ચલાવતા જોવો તે તેનું સતત મા-બાપ દ્વારા થતું મૂલ્યાંકન છે જે શિક્ષક દ્વારા વર્ગ ખંડમાં થાય છે.

શાળા કે શિક્ષક બાળકને કયારેય ભણાવી શકતો જ નથી, તે માત્રતેને ભણતો કરે છે. તેનું યોગ્ય ઘડતર કરીને શ્રેષ્ઠ નાગરીક બનાવવાનું કાર્ય કરે છે તેથી જ શિક્ષકની ઘડવૈયા તરીકે રાષ્ટ્ર વિકાસમાં અગ્રીમ ભુમિકા છે. બાલમંદિર કે ધો. 1 માં પ્રવેશ લેતા બાળકને ગમે તે પ્રશ્ર્ન પૂછશો તો તે જવાબ આપશે ભલે તેમ વાંચતા લખતા આવડતું હોય પણ જવાબ આપશે. ઘણીવાર બાળકોને તમો ચોપડી વાંચતા જોયો હશે. તે ચિત્ર જોઇને પોતાની કલ્પનાથી વાકયો બનાવીને બોલવા લાગે છે, આજ વસ્તુ બતાવે છે કે તે પોતે ભણી રહ્યો છે, શીખી રહ્યો છે નાના બાળકનું મગજ ખુબ જ તેજ હોવાથી તે તરત જ ગમે તે વસ્તુને પકડી લે છે. આ સમયે તેને જ્ઞાન આપવાનો શ્રેષ્ઠ છે. દરેક મા-બાપે તેને અનુભવજન્ય ભાથુ આપીને કુદરતના ખોળે રમતો રાખીને તેના દ્વારા પૂંછાયેલા દરેક પ્રશ્ર્નોના સાચા જવાબ આપવા જરુરી છે.

ઘરના વાતાવરણના અનુભવો, શિસ્ત, પરિવારજનોની ઓળખ, વાતચીતની ઢબ તથા તેની વસ્તુની સાચવણી કે જાળવણી જેવી ઘણી વસ્તુઓ શિખીને વર્ગખંડમાં આવે છે ત્યારે શિક્ષકનો વ્યવહાર જશોદા જેવો હોવો જોોઇએ. બાળક સાથે હમેંશા ધીમા સ્વરે જ વાત કરવી ને તેની મુશ્કેલીમાં સહાય કરીને સહાનુભૂતિનું વાતાવરણ શાળા- શિક્ષકે આપવું જરુરી છે. એટલા માટે જ તે બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસુ હોવો જરુરી છે. વર્ગખંડની દરેક પ્રવૃતિમાં વર્ગખંડનો દરેક  બાળક લે તે જોવાની ફરજ શિક્ષકની છે.

શાળા સંકુલનું વાતાવરણ સાથે તેની ભૌતિક સુવિધા પણ બાળકને યોગ્ય રીતે ખીલવણીમાં મદદરુપ થતું હોવાથી તે બાબતે બહુ ચિવટ રાખવી. શાળાનું મકાન પણ બાળકને શિક્ષણ સાથે જોડવામાં મદદ કરે છે, જેમ કે પગથીયા જયારે બાળક ચડે ત્યારે ચડતો ક્રમ અને ઉતરે ત્યારે ઉતરતો ક્રમ જેવી ગણિતની મહત્વની વાત જો તમે ત્યાં અંક લખી નાંખો તો તમારુ કામ સહેલું થઇ જાય છે. પ્રારંભિક બાળ શિક્ષા કે અભ્યાસ ક્રમ તેના જીવનમાં સૌથી અગત્યનો હોવાથી શિક્ષણ સાથે સંકળાયેલા તમામે તેમાં વિશેષ કાળજી લેવી જરુરી છે. બાળકના રસ રૂચિ- વલણોને ઘ્યાને લઇને પાયાનું શિક્ષણ જ્ઞાન સાથે ગમ્મત વાળુ બનાવવું જ જોઇએ. નવી શિક્ષણ નીતી-2020 માં આજ વાતને સૌથી મહત્વની ગણીને પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. અત્યાર સુધી અર્લીચાઇલ્ડ એજયુકેશન સિસ્ટમનું કોઇ ચોકકસ માળખુ જ ન હતું જે હવે આવતા એક શ્રેષ્ઠ બદલાવ શિક્ષણમાં જોવા મળશે.

ટબુકડા બાળકમાં ઘણી છૂટી કલાઓ પડેલી હોય છે જેને શોધવાનું કામ તેનો શિક્ષક કે તેની સાથે રહેતા મા-બાપ જ કરી શકે છે. બાળકોના વિકાસ માટે શિક્ષણ સિવાય ઇત્તર પ્રવૃત્તિ કે સહઅભ્યાસિક પ્રવૃત્તિનું વિશેષ મહત્વ છે. તેથી જ બાળકને જ્ઞાન સાથે ગમ્મત વાળી પ્રવૃત્તિ , સંગીત, ચિત્ર, રમતગમત, વાર્તા, બાળગીતો જેવું ખુબ જ ગમે છે અને યાદ પણ ઝડપથી રહી જાય છે. તમે જોયું હશે ઘરમાં નાનું બાળક કે જે શાળાએ પણ જતું નથી તેને ટીવીની જાહેરાતના ગીતો, ફિલ્મી ગીતો મોઢે આવડી જાય છે, તે બીજું કશું જ નથી માત્ર દ્રઢિકરણ જ છે. એકને એક વસ્તુ વારંમવાર સાંભળવાથી તેને રસ હોવાથી ઝડપથી આવડી જાય છે. રસમય શિક્ષણની એટલે જ વધુ જરુરીયાત છે. અને દ્રશ્ય શ્રાવ્ય સાધનોની મદદ વડે તેને ઝડપથી શિખવી શકો છો.

બાળકોના જીવનને ગુણવત્તા સભર બતાવવા માટે વિવિધ પડકારોમાં તેના પાયાનું શિક્ષણ, કુપોષણનું ઊંચુ પ્રમાણ, રસીકરણની, સ્ત્રી-પુરૂષોનો ગુણોત્તર અને બાળલગ્નો જેવા મુખ્ય પરિબળો છે ત્યારે તેના પાયાના શિક્ષણ બાબતે સૌએ જાગૃત થવું જરુરી છે. આજે ગરીબીને કારણે તથા આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થવા મા-બાપો બાળકોને ભણાવતા નથી જે ચિંતાને ચિંતનનો વિષય છે. આપણે પાંચ વર્ષથી નીચેની વયના બાળકોના મૃત્યુ દરમ)ં ઘટાડો લાવી શકાય પણ તેના શિક્ષણ બાબતે સરકારે અને મા-બાપે સખ્ય કુદમ ઉઠાવવા જ પડશે. આજે તો શાળાના વાતાવરણને બદલાવાની જરુરી છે. ત્યારે શાળા સંચાલકો અને શિક્ષકોએ આ મહત્વની કામગીરી કરીને શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા અને શ્રેષ્ઠ વાતાવરણ કે જે બાળકોને રસ રૂચિ પ્રમાણે શિક્ષણ મળે તે કરવું જ પડશે.નાના બાળકોના પુસ્તકો કલર ફુલને મોટા ચિત્રો સાથે થોડું મોટા અક્ષરે લખાણવાળા હોવા જોઇએ તો જ બાળકને વાંચવા ગમશે. આજ કારણે તેની કલ્પના શકિત ખીલશે. શૈક્ષણિક રમકડાં સાથે ગમ્મત સાથે રીટન મળે તેવી શિક્ષણ પઘ્ધતિથી ભણાવવા જરુરી છે. બાળક પોતે જ પોતાના વિશિષ્ટ અને મહાન હોવાથી તે જાતે ઘણું બધુ નવુંને નોખું શીખતો હોવાથી તેનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું શિક્ષકે જરુરી છે. ભાર વગરના ભણતરની સંકલ્પના સાથે તેના દફતરનું વજન ઓછું થાય તેવી સિસ્ટમ વિકસાવવી પડશે. ટી.વી. મોબાઇલ, લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટ કલાસ રૂમ જેવા ડીજીટલી ઉપકરણોને હવે ર1મી સદીમાં સામેલ કરવા જ પડશે. બાળકને ઝડપી શીખવવું હોય તો નવા યુગની નવી ટેકનીક અપનાવી જ પડશે આ માટે શિક્ષકો એ પ્રથમ સજજતા કેળવવી જ પડશે.

મૌખિક અભિવ્યકિતના વિકાસ સાથે તેને બાળ ગીતો, સંગીત કે વાદ્ય કલાના સથવારે લખતાં, વાંચતાને બોલતો કરવો જ પડશે. જો તે માતૃભાષામાં જ આ ક્ષમતા સિઘ્ધી કરી લેશે તો અત્ય ભાષા અંગ્રેજી- હિન્દીમાં તેને બહુ વાંધો નહીં આવે. રમતાં રમતાં શિક્ષણ આજના યુગમાં શ્રેષ્ઠ છે. બાળપણથી કે બૂનીયાદી કે પાયાના શિક્ષણથી આ સિસ્ટમમાં બાળક ભણશે તો પછી તેને આગળ કયાંય તકલીફ પડતી નથી.

જીવન કૌશલ્યો કે લાઇફ સ્કીલ આધારીત તેનો વિકાસ કરવો અતિ આવશ્યક છે. વેલ્યુ બેઝ એજયુકેશન અને સારા નરસાની પરિભાષા શિખવવી જ પડશે. પ્રેમ, હુંફ, લાગણી, સંવેદના, પ્રેરણા, ભાઇચારા જેવા વિવિધ ગુણો પાયાથી બાળક શીખી જશે તો જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થઇ શકશે એ માટે શાળા સંકુલો અને શિક્ષકો જ મહત્વની ભૂમિકા ભજવી શકશે.

 

બાળકોમાં પ્રારંભિક શિક્ષણની અગત્યતા જરૂરી હોવાથી તેના પર વિદેશોમાં વિશેષ ધ્યાન…

આપણા બંધારણમાં 6 થી 14 વર્ષની વયનાને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઇ ત્યારે હવે નવી શિક્ષણ નીતિમાં પ્રિ-સ્કુલને આવરી લેતા 4 થી 6 વર્ષના ત્રણ ગાળાને આવરી લેવાશે જે એક ખુબ જ સારા સમાચાર છે. અત્યાર સુધી આ બાલમંદિરો સરકારી દાયરામાં આવતાં જ ન હતા, મંજુરી પણ અપાતી ન હતી. વિદેશોમાં આ ગાળાને વિશેષ દરકાર સાથે પ્રિ-સ્કુલના ટબુકડાનું વિશેષ ઘ્યાન રખાય છે. બાળકમાં તમામ પ્રકારની ક્ષમતા સાથે ઘણી બધી છૂપી કલા હોય છે જે ને મા-બાપે અને શિક્ષકે પ્રોત્સાહન આપવાની જરૂર છે. જે બાલ વાટીકા કે જ્ઞાન મંદિરોમાં બાળકને આવવું, બેસવું, રમવું કે ભણવું ગમે તે જગ્યા સૌથી શ્રેષ્ઠ ગણી શકાય અને ત્યાં જ તેનો સંર્વાગી વિકાસ થઇ શકે છે. આજના ઇન્રમેશન ટેકનોલોજીના યુગમાં તમામ ડીજીટલ ઉપકરણો અને શૈક્ષણિક રમકડાંથી શિક્ષણને રસમય બનાવીને તેના રસ, રૂચિ, વલણોને ઘ્યાને લઇને જોય ફૂલ લનીંગ જ ચિરંજીવી શિક્ષણ આપી શકે છે.