Abtak Media Google News

રાજય સરકાર દ્વારા ૧લી મેથી ૩૧મી મે સુધી સમગ્ર રાજયની સાથે સાથે દેવભૂમિ દ્વારકામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત થનારા જળસંચય યોજના અંતર્ગતનાંકામોમાં દ્વારકાની ગોમતી નદીમાં રહેલા કાંપને દૂર કરવાની તેમજ રેતી અને ગંદકીના ઢગલા દૂર કરવાની કાર્યવાહીનો પ્રારંભ થનાર છે. જે અનુસંધાને આજરોજ દ્વારકા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં દ્વારકા નગરપાલીકા તેમજ લોકભાગીદારી થી સફાઈ કાર્યનો આરંભ થનાર છે. આમીટીંગમાં ચીફ ઓફીસર ડુડીયાએ ગોમતી નદીમાં ૭૫૦ મીટરની ત્રિજયામાં ૩૫ હજાર મેટ્રીક ટન રેતી દૂર કરવાનું તેમજ સફાઈ કામ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવતા સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી જાડેજાના મોનીટરીંગમાં ૨૫ દિવસ સુધી ચાલનાર હોવાનું જણાવ્યું હતુ. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં અધિકારીગણ ઉપરાંત નગર પાલીકા, હોટલ એસો. તેમજ વેપારી આગેવાનો અને સ્થાનીય સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

20180430 123425(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.