Abtak Media Google News

વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત

આર્ષ વિદ્યામંદીરના પરમાત્માનંદ સરસ્વતીજી સ્વામી, બીએપીએસના અપૂર્વમુની સ્વામીને શીશ ઝુકાવ્યું

વડાપ્રધાન  નરેન્દ્રભાઈમોદીના નેતૃત્વવાળી ભાજપા સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે તે અંતગર્ત પ્રદેશ ભાજપની યોજનાનુસાર તા.1 જૂન થી તા.30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાનના માધ્યમથી અનેકવિધ કાર્યક્રમો આવી રહયા છે. જેમાં સાંસદસભ્યઓ, ધારાસભ્યશ્રીઓ, અને ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓની સાથોસાથ સંગઠનના હોદેદાર  ધ્વારા પણ વિશેષ જન સંપર્કના કાર્યક્રમો યોજાઈ રહયા છે, અને આગામી સમયમાં ભાજપ સરકારની વિવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓની સિધ્ધી અને માહિતી ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે ત્યારે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વારા આર્ષ વિદ્યામંદીરના પરમાત્માનંદ સરસ્વતીજી સ્વામી અને બીએપીએસના અપૂર્વમુની સ્વામીને શીશ ઝુકાવી સંપર્ક સે સમર્થન અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ હતો.આ તકે પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી અને પૂ. અપૂર્વ મુનીએ વિજયભાઈ રૂપાણીને આર્શિવચન પાઠવેલ હતા.અને વિજયભાઈ રૂપાણીએ ભાજપ સરકારની નવ વર્ષની સિધ્ધીઓ વણર્વતી બુકલેટ પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી અને પૂ. અપૂર્વ મુનીને અર્પણ કરી હતી.

Screenshot 9 5

સાથોસાથ સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા  સંપર્ક સે સમથન  અભિયાન યોજાયું શહેરના ઉદ્યોગપતિ  કવિ, લેખક સહિતના સાથે સાથે સંપર્ક સે સમર્થન અંતર્ગત  ભાજપ સરકારની  સિધ્ધીઓ  વર્ણવી સાથોસાથ ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ દ્વારા સંપર્ક સે સમર્તન અભિયાન યોજાયું કર્ણાટકના   પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, કૌશીકભાઈ શુકલ અને શ્યમા મનોહર હવેલીના મુખ્યાજી સાથે સંપર્ક સે સમર્થન અભિયાન  અંતર્ગત શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.

સંપર્ક સે સમર્થન અભિયાનને શહેરીજનોનો પ્રચંડ પ્રતિસાદ: મુકેશ દોશી

વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના નેતૃત્વવાળી ભાજપા સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે તે અંતગર્ત પ્રદેશ ભાજપની યોજનાનુસાર તા.1 જૂન થી તા.30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાનના માધ્યમથી અનેકવિધ કાર્યક્રમો આવી રહયા છે. જેમાં સાંસદસભ્યઓ, ધારાસભ્યઓ, અને ચૂંટાયેલા કોર્પોરેટર ઓની સાથોસાથ સંગઠનના હોદેદારશ્રી ધ્વારા પણ વિશેષ જન સંપર્કના કાર્યક્રમો યોજાઈ રહયા છે, અને આગામી સમયમાં ભાજપ સરકારની વિવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓની સિધ્ધી અને માહિતી ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી ધ્વારા જૈન શ્રેષ્ઠી જીતુભાઈ બેલાણી અને શહેરના જાણીતા ડો. શ્યામ ગોહિલ સાથે શુભેચ્છા મુલાકાત કરી   સંપર્ક સે સમર્થન અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ હતો.આ તકે મુકેશભાઈ દોશીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની નવ વર્ષની સિધ્ધીઓ વર્ણવતી બુકલેટ અર્પણ કરી હતી અને ભાજપ સરકારની વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડી હતી. આ તકે સંપર્ક સે સમર્થન કાર્યંક્રમના ઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિહ ઠાકુર અને સહ ઈન્ચાર્જ શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા જવાબદારી સંભાળી રહયા છે.

સાંસદ રામભાઈ મોકરિયાની સફળ રજૂઆત: ર00 માછીમારોનો છુટકારો

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીના નેતૃત્વવાળી ભાજપા સરકારના નેતૃત્વમાં દેશની વિદેશ નીતિની પ્રશંસા થઈ રહી છે અને માન. નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં દેશને એક ગરીમામય સ્થાન અપાવ્યુ છે ત્યારે સને ર019માં સૌરાષ્ટ્રના દરીયાકીનારાના માછીમાર ભાઈઓ સમુદ્રમાં માછીમારી કરવા જતા હતા તે દરમ્યાન પાકીસ્તાની મરીનના અધિકારીઓ એ આપણા માછીમાર ભાઈઓને ઉપાડી જઈને પાકીસ્તાની જેલમાં બંદી બનાવી લીધા હતા. ત્યારે આ માછીમાર ભાઈઓને છોડાવવા માટે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ દિલ્હી ખાતે માન. કેન્દ્રીય વિદેશમંત્રી શ્રી એસ. જયશંકર તથા કેબીનેટ મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાને લેખીત અને મૌખીક રજુઆત કરતા તેની રજુઆતને કેન્દ્ર સરકાર ધ્વારા ગંભીરતાથી લઈને માછીમારોને છોડાવવા માટે તાત્કાલીક ધોરણે પગલા લેતા અગાઉ 170 માછીમાર ભાઈઓનો પાકીસ્તાની જેલમાંથી છૂટકારો થયેલ અને આજે ર00 માછીમાર ભાઈઓન છૂટકારો થતા માછીમાર ભાઈઓ અને તેના પિરવારજનોમાં આનદં અને ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને માછીમારો તથા તેના પિરવારજનોએ રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાનો આભાર વ્યક્ત કરેલ હતો. આ તકે રામભાઈ મોકરીયાએ માછીમારોને  પાકીસ્તાની  જેલમાંથી છુટકારો મળે એ માટે ત્વરીત કામગીરી બદલ કેન્દ્રીય વિદેશમંત્રી શ્રી એસ. જયશંકર તથા કેબીનેટ મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પુરૂષોતમભાઈ રૂપાલાનો આભાર વ્યક્ત કરેલ હતો.

વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડ

પ્રત્યેક વ્યક્તિ તેના ઘર પાસે વૃક્ષ્ાો ઉગાડી પર્યાવરણની જાળવણી કરે અને પ્રકૃતિ સાથે જોડાયેલો રહે એજ આજના દિવસનો સંકલ્પ કરે

રાજકોટ પૂર્વ, વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનોને આજે તા.પ જૂન- વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ છે કે જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ર્ને જાગૃતતા વધે અને લોકો પર્યાવરણ સુરક્ષ્ાાના કાર્યમાં સહભાગી થાય તે હેતુથી તા.પ મી જૂન- વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષ્ાણનો પારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોક ધ્વારા કરવામાં આવ્યો હતો. પર્યાવરણની જાળવણી થકી પ્રકૃતિની રક્ષ્ાા થાય છે.

દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના કહેવા અનુસાર  ચાલો સૌ સાથે મળી, એ સુનિશ્ર્ચિત કરીએ કે આપણી આવનારી પેઢી સ્વચ્છ અને હરીયાળી પૃથ્વી પર પ્રકૃતિ સાથેની સંવાદિતા સાથે જીવે. ત્યારે પર્યાવરણની જાળવણી થકી ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુધ્ધ હવા, પ્રલકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુઓને યોગ્ય માત્રામાં ઘાસચારો,  વનિલ ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો, પ્રાકૃતિક તત્વોની જાળવણી અને રોજગારીની ઉપલબ્ધિ કરી શકાય છે.ત્યારે પ્રત્યેક વ્યક્તિ તેના ઘર પાસે વૃક્ષ્ાો ઉગાડી પર્યાવરણની જાળવણી કરે એ જ આજના દિવસનો સંકલ્પ કરે તેમ અંતમાં વિશ્વ પર્યાવરણ દિન ની શુભેચ્છા પાઠવતા ઉદય કાનગડએ જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.