Abtak Media Google News

Table of Contents

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SVUM ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2023ને ખૂલ્લો મુકાયો

વિદેશના 75 ડેલીગેટ્સ ટ્રેડ શોના મહેમાન બન્યા: એક્ઝિબીટરમાં રાજીપો જોવા મળ્યો

એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ,ઈરીગેશન સિસ્ટમ,ઓટો પાર્ટ્સ ટ્રેક્ટર પાર્ટ્સ,ટેક્સટાઇલ,ગારમેન્ટ,એન્જિનિયરિંગ

મશીનરી, એગ્રો પ્રોસેસિંગ, ફુડ પ્રોસેસિંગ સહિતની પ્રોડક્ટ્સની ડેલીગેટ્સની ડિમાન્ડ

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય વેપારમેળાનું ઝાઝરમાં આયોજન કરવામાં આવ્યું છે.તારીખ,11,12 અને 13ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય વેપાર મેળો કાર્યરત રહેશે.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હસ્તે આંતરરાષ્ટ્રીય વેપારમેળાને કિલો મૂકવામાં આવ્યો હતો.ઉદ્ઘાટન સમારોહમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ડો.દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2023 02 11 13H08M20S037 કુલ 65 જેટલી કંપનીઓએ આંતરરાષ્ટ્રીય વેપારમેળામાં પોતાના સ્ટોલ રાખ્યા છે.75 જેટલા ડેલીગેટસ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડલ આંતરરાષ્ટ્રીય મેળાના મહેમાન બન્યા છે. આંતરરાષ્ટ્રીય ડેલિગેટશે મેળામાં દરેક સ્ટોલ ની વિઝીટ કરી હતી.ત્યારે એક્ઝીબીટરોમાં રાજીપો જોવા મળ્યો હતો.નવમાં એસવીયુએમ ઇન્ટરનેશનલ ટ્રેડ શોની થીમ ગ્લોક રાખવામાં આવી છે.જેનો અર્થ લોકલ અને ગ્લોબલનો સમન્વય છે.

Vlcsnap 2023 02 11 13H09M16S624

આંતરરાષ્ટ્રીય વેપાર મેળાને વિદેશના ડેલીગેટ્સનો આવકાર મળી રહ્યો છે.નવા નવા દેશોમાંથી પ્રતિનિધિ મંડળો પણ આવી રહ્યા છે.તેના પરથી સાબિત થાય છે કે આ ટ્રેડ શો સફળ થઈ રહ્યો છે.નિકાસ વેપારમાં રાજકોટ અગ્રેસર થઈ રહ્યું છે.તેમાં વેપાર મેળાની ખૂબ મોટી ભૂમિકા રહી છે. આંતરરાષ્ટ્રીય વેપાર મેળો સફળ અને સરળ બની રહ્યો છે. જે લોકોને એક્સપોર્ટ કરવું છે તમામ પ્રકારના લોકો આમ જોડાઈ રહ્યા છે.એગ્રીકલ્ચર ઈક્વિપમેન્ટ,ઈરીગેશન સિસ્ટમ, ઓટો પાર્ટ્સ ,ટ્રેક્ટર પાર્ટ્સ ટેક્સટાઇલ,ગારમેન્ટ એન્જિનિયરિંગ મશીનરી,એગ્રો પ્રોસેસિંગ,ફૂડ પ્રોસેસિંગ,સીરામીક, સેનેટરીવેર,હાર્ડવેર સહિતની વસ્તુમાં ડેલિગેટ્સને રસ તથા ડિમાન્ડ છે. આંતરરાષ્ટ્રીય વેપાર મેળા ને સફળ બનાવવા એસવીયુએમ ના પ્રમુખ પરાગભાઈ તેજુરા સહિતના કમિટી સભ્યોએ જહેમત ઉઠાવી છે.

Screenshot 1 21 SVUM ટ્રેડ શોથી સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વેગ મળી રહ્યો છે:વિજયભાઈ રૂપાણી

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે,ટ્રેડ શો થી સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વેગ મળી રહ્યો છે. રાજકોટ એમએસેમીનું હબ બન્યું છે.આવા ઉદ્યોગ મેળાઓથી રાજકોટના ઉદ્યોગકારોને દેશ વિદેશ બંનેમાં ઉજળી તકો મળી શકે છે. રાજકોટ આત્મનિર્ભર ભારતમાં મોખરે રહી આપણી પ્રોડક્ટને વિદેશમાં એક્સપોર્ટ કરી રહ્યું છે. ફોરેન એક્સચેન્જ વધુ ને વધુ ઇન્ડિયામાં આવે એ માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરાગભાઈ તેજુરાની આ મુહીમને હું બિરદાવું છું. આ ટ્રેડ શોથી ગુજરાતને ખૂબ લાભ થશે.

Screenshot 2 26 નિકાસ વેપારમાં રાજકોટ અગ્રેસર થઈ રહ્યું છે:પરાગભાઈ તેજુરા

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરા જણાવ્યું કે,દિવસે ને દિવસે એસ.વી.યુ.એમ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાને વિદેશના ડેલીગેટ્સનો આવકાર મળી રહ્યો છે.

નિકાસ વેપારમાં રાજકોટ અગ્રેસર થઈ રહ્યું છે. વેપાર મેળાની તેમાં ખૂબ મોટી ભૂમિકા રહી છે.ગ્લોક શબ્દ લોકલ અને ગ્લોબલનો સમન્વય છે.આ ટ્રેડ શોથી લોકલ તથા ઇન્ટરનેશનલ બિઝનેસ પણ પ્રમોટ થાય છે. આ શોમાં દર વખતે નવું એડ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી વધુ પરિણામ લક્ષ્મી કામો થઈ શકે.

Screenshot 3 16 ટ્રેડશોએ અમારા સંબંધોને ગાઢ બનાવ્યા છે:એલફ્રેલડીયો કેલેરા

વેન્ઝ્યુયેલા એમ્બેસીના એલફ્રેલડીયો કેલેરા જણાવ્યું કે, ઇન્ટરનેશનલ ટ્રેડશો અમારી માટે ખૂબ સારી તક લઈને આવ્યું છે.ટ્રેડ સોથી અમારા સંબંધો ભારત સાથે ગાઢ થયા છે.વેન્ઝ્યુયેલા અને ભારતના ઇકોનોમિકલ સંબંધો ખૂબ મજબૂત બનશે. જે અમારી માટે ગર્વની ક્ષણો છે.આ ટ્રેડશો થી અમે ખૂબ સારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે.

Screenshot 4 13 ટ્રેડ શોમાં ભાગ લેવાનો અનેરો ઉત્સાહ છે:ડોનાટા હિટસોંગ

મલાવીના ટ્રેડ સેક્રેટરી ડોનાટા હિટસોંગએ જણાવ્યું કે, એસવીયુએમ ટ્રેડ શો માં આવવાનો અમને ઉત્સાહ છે. ભારતની કંપનીઓ ખૂબ સારી પ્રોડક્ટિવ વસ્તુઓનું નિર્માણ કરે છે.

ટ્રેડ શોમાં આવેલી ઘણી કંપની સાથે અમે આવનારા દિવસોમાં કામ કરીશું. એસવીયુએમ ટ્રેડશો ખૂબ સારું પ્લેટફોર્મ પ્રોવાઇડ કરી રહ્યું છે.

Screenshot 5 21 SVUM આંતરરાષ્ટ્રીય વેપાર માટે શ્રેષ્ઠ માધ્યમ બન્યું:જસ્મીનભાઈ ગોસાઈ

એક્ઝિબીટર જસ્મીનભાઈ ગોસાઈ જણાવ્યું કે,એસવીયુએમ થકી અમે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ સારી રીતના વેપાર કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું માધ્યમ ડોમેસ્ટિક વેપારીઓ માટે શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. છેલ્લા ઘણા સમયથી અમારી પ્રોડક્ટ અમે વિદેશમાં સરળ રીતે પહોંચાડી ખૂબ સારો વેપાર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારની ખૂબ મોટી અને ઉજળી તકો મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.