Abtak Media Google News

Table of Contents

યોગ ભગાવે રોગ

અબતક, રાજકોટ: ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. આજની ભાગદોડભરી જિંદગી અને તણાવમાં તન અને મનને સ્વસ્થ રાખવાનો એકમાત્ર ઉપાય એટલે યોગ છે. 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં, મોદીએ દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ઉજવવા માટે સૂચન કર્યું હતું. કોવિડ રોગચાળા દરમિયાન યોગથી લોકોને આ રોગથી સ્વસ્થ થવામાં ખૂબ જ મદદ મળી હતી. નિયમિત રીતે યોગના અભ્યાસથી લોકો તણાવમુક્ત રહે છે અને સંતુલિત જીવન જીવે છે.

વર્તમાન સમયમાં કસરત, નિયમિતતા, વગેરેને અન્ય આધુનિક ગણાતી ઉપચાર પદ્ધતિઓએ પણ અપનાવેલ છે, જે યોગ અને આયુર્વેદમાં સદીઓથી દર્શાવેલ છે. આધુનિક ઉપચાર પદ્ધતિઓમાં સૌથી મોટી મુશ્કેલી એક રોગનો ઉપચાર શરીરમાં અન્યત્ર આડ-અસરનો છે. જ્યારે યોગ અને આયુર્વેદ શરીરને નીરોગી રાખવા માટે છે. યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે છે, જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે.

યોગ શરૂઆતમાં કોઈ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવા જોઈએ તથા સમય જતા તમારા શરીરની પ્રકૃતિ, કામનો પ્રકાર, કોઈ શારીરિક મર્યાદા હોય તો એ, ઉમર વગેરે અનુસાર વ્યક્તિ જાતે પોતાની જરૂરીયાત અને રૂચી પ્રમાણેના આસનો કરી શકે છે સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ આયોજન આવ્યું છે જેમાં સૂર્ય નમસ્કાર તેમજ જુદા-જુદી મુદ્રામાં આસનો કરવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોગને વિશ્ર્વ સમક્ષ મૂકી યોગને ઉજાગર કરી ભારતની સંસ્કૃતિને પુન:રૂત્થાન કર્યું છે. 365 દિવસ યોગ કરવાથી શરીર, મન, બુદ્વિ, આત્માને પ્રજ્લીત કરી આદ્યાત્મીક બને છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે આજે વિશ્વના 180 દેશો યોગ તરફ વળ્યા:પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા

કર્ણાટક ના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગ દિવસ ને ફક્ત ભારત પૂરતો મર્યાદિત રાખવાને બદલે વિશ્વ આખામાં યોગ દિવસની ઉજવણી થાય તે માટે યુનો ની અંદર નક્કી કરાવ્યા બાદ આજે  180 દેશો આ યોગ દિવસની ઉજવણી કરે છે.યોગ દ્વારા સમસ્ત વિશ્વ ને સંસ્કારીતાથી સભર બનાવી રહ્યા છીએ.વિશ્વને આરોગ્યમય અને કર્મશીલ બનાવીશું.યોગા શરીર મન ને સ્વસ્થ રાખે છે. યોગ દ્વારા સમસ્ત વિશ્વ મારું પરિવાર છે તે ભાવના ઉતપન્ન થાય છે.

સારા સ્વાસ્થ્ય માટે ફાસ્ટફૂડથી દૂર રહેવું જોઈએ. વજુભાઈએ જણાવ્યું હતું કે મેં ક્યારેય હોટડોગ,બર્ગર પીઝા નથી ખાધા ,હું સવારમાં બાજરાનો રોટલો,ભાખરી ,દહીં, લસણ ની ચટણી આરોગુ છું બપોરે દાળભાત શાક રોટલી અને સાંજે ખીચડી કઢી જમુ છું.બહાર થી વેચાતી વસ્તુ ક્યારેય લેતો નથી .બની શકે ત્યાં સુધી ઘરનોજ ખોરાક આરોગવો જોઈએ અને તીખું તળેલું ઓછું ખાવું જોઈએ.ભોજન ભુખ મિટાવી શકે તેના 75% જ ખાવું જોઈએ. માણસ ખાવા થી મરે છે ભૂખ્યા રહેવાથી વધુ જીવે છે. હું ભૂખ્યા રહેવાની ટેવ કેળવી શરીર અને સ્વાસ્થ્ય સારું રાખું છું.

પ્રધાનમંત્રી આજે યુનોમાં ઉપસ્થિત રહી યોગ કરાવશે તે ભારત માટે ગૌરવવંતી ક્ષણ:વિજયભાઈ રૂપાણી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે જણાવ્યું હતું કે શરીર ,બુદ્ધિ ,મન અને આત્માનું જોડાણ યોગ છે .સમગ્ર વિશ્વ એક કુટુંબ છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ યુનોમાં આજનો દિવસ યોગ દિવસ તરીકે મંજુર કરાવીને સમગ્ર વિશ્વ ને યોગમય બનાવ્યુ છે.પ્રધાનમંત્રી આજે અમેરિકામાં સાંજે યુનોમાં ઉપસ્થિત રહી તમામને યોગ કરાવશે.યોગ દ્વારા ભારતીય સંસ્કૃતિ નું મહત્વ સમગ્ર વિશ્વમાં ખુબજ વધ્યું છે.યોગ દિવસ એક પ્રતીક છે પરંતુ જીવન ધોરણ સુધારવું હશે તો કાયમી યોગ કરવા ખુબજ જરૂરી છે. વિજયભાઈ રૂપાણી એ વધુમાં જણાવ્યું હતું કે દરરોજ 45 મિનિટ યોગાસન દરેકે કરવા જોઈએ.અનેક મહામારીઓ આપણે જોઈ છે જેમાં યોગ કરવાથી આપણા શરીરમાં અનેકગણા ફાયદાઓ થાય છે .માનસિક સ્વાસ્થ્ય સારું હશે આપણું શરીર સારૂ રહેશે,નિરોગી રહેશે તો આપણું આયુષ્ય ચોક્કસથી વધશે.

યોગી બનીએ નિરોગી બનીએ ડો.પ્રદીપ ડવ (મેયર)

રાજકોટ મનપાના મેયર ડો.પ્રદીપ ડવે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યોગી બનીએ નિરોગી બનીએ.આપણા ધર્મ માં પણ યોગનું મહત્વ ખુબજ રહેલું છે ત્યારે નિયમિત યોગ કરીએ અને અને પરિવારજનોને પણ યોગ કરાવીએ.100 થી વધુ જગ્યાએ મહાનગર પાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

દરરોજ 45 મિનિટ યોગા કરવા ખુબજ જરૂરી શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી

રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે.જીવનની અંદર ખુબજ સારા સ્વાસ્થ્ય માટે યોગ કરવા ખુબજ જરૂરી છે.યુવાનોને ખાસ વિનંતી કરતા મુકેશભાઈ એ જણાવ્યું હતું કે દરરોજ 45 મિનિટ યોગ કરવાજજોઈએ.

યોગ દ્વારા ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં ફેલાઈ ધારાસભ્ય ડો.દર્શીતા શાહ

ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા 69 ના ધારાસભ્ય ડો.દર્શીતા શાહે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યોગ એટલે આત્મા ,મન અને શરીરનું જોડાણ.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર વિશ્વને આપણી ભારતીય સંસ્કૃતિની આ ઉત્તમ ભેટ છે.શરીર મન અને આત્માના સ્વાસ્થ્ય માટે યોગ અતિ મહત્વના છે.

રેસ્ટોરન્ટના ખોરાક કરતા આપણી માતાએ બનાવેલો ખોરાક આરોગવો હિતાવહ : રામભાઈ મોકરિયા (સાંસદ)

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યોગ કરવાથી શરીર ખુબજ સારી રીતે કામ કરે છે.હું દરરોજ યોગા કરું છું .તમામ પ્રકારના વ્યસનથી આપણે દૂર રહેવું જોઈએ.બહારનો ખોરાક નુકશાન કારક છે હંમેશા ઘરનો ખોરાક આરોગવો જોઈએ.બહારના ખોરાક વાસી હોઈ છે .ઘરે  માં જમવામાં કે કાળજી રાખે એ બહારના રેસ્ટોરન્ટ વાળા ન જ રાખે.

198થી વધારે  દેશોનાં લોકોને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે યોગમાં જોડાવાનું શરૂ કર્યું: પુષ્કર પટેલ

આજે વિશ્વ યોગ દિવસ છે ત્યારે અબતક મીડિયા દ્વારા પુષ્કરભાઈ પટેલ સાથે ચર્ચા કરવામાં આવે ત્યારે તેઓએ કહ્યું કે આજે વિશ્વ યોગ દિવસ છે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નથી આજે સમગ્ર વિશ્વમાં 21 જૂનને યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને 198 થી વધારે દેશોના લોકો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે યોગમાં જોડાવાનું શરૂ કર્યું છે ત્યારે… યોગ છે તે માણસ તંદુરસ્તી અને શારીરિક જ નહીં પણ માનસિક તંદુરસ્તી માટે પણ જરૂરી છે અને આપણી પ્રાચીન વ્યવસ્થા પણ છે,

શરીરની તંદુરસ્તી માટે યોગ ખુબ જરૂરી: મોહનભાઈ કુંડારીયા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે અબતક મીડિયા દ્વારા મોહનભાઈ કુંડરીયા સાથે ચર્ચા કરવામાં આવી ત્યારે તેઓએ કહ્યું કે, 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે પુરા ગુજરાત, ભારત અને વિશ્વના ઘણા દેશોની અંદર યોગ કરવામાં આવ્યા હતા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતમાંથી અને દેશના વડાપ્રધાન અમેરિકામાંથી આખા વિશ્વને યોગ પ્રદર્શન કરીને શરીરની તંદુરસ્તી જળવાઈ એટલા માટે આ યોગ દિવસને મનાવવામાં આવે છે એના ભાગરૂપે રાજકોટ ની અંદર નાનામોવા ચોકડી પાસે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનના માધ્યમથી અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી યોગ દિવસ ને ધ્યાનમાં રાખીને મોહનભાઈ કુંડરીયાએ આયોજકોને આભાર વ્યક્ત કર્યો હતો.

યોગ કરવાથી સ્વાસ્થ્ય સુધરે:કંચનબેન સિધ્ધપુરા

રાજકોટ મહાનગર પાલિકા ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરાએ અબતક મીડિયા સાથે વાતચીત  કરતાં જણાવાયું હતું કે યોગ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. યોગ એ આપણી  પ્રાચીન  સંસ્કૃતિ છે .જેની શરૂવાત  ઋષિમુનિઓ દ્રારા પ્રાચીન સમયથી જ કરવામાં આવી હતી.સાથે સાથે બ્રમ્હાકુમારી સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો .જેમાં બ્રમ્હાકુમારીઓની બહેનો ઊપસ્થિત રહ્યા હતા.નવમાં વિશ્વ યોગ દિવસ અને પ્રધાનમંત્રીના કાર્યકાળના 9 વર્ષ પૂર્ણ થતાં અદભુત સંયોગ રચાયો હતો.પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું જેમાં તેમને જણાવ્યું હતું કે  યોગએ વ્યક્તિને નિરોગી રાખે છે .આ વખતના યોગ દિવસની થીમ “વસુધેવ કુટુમ્બકમ” છે .આ કાર્યક્રમમાં બાળકો, વૃદ્ધો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

યોગ મનને એકાગ્ર અને શાંતિ આપે છે : બ્રહ્માકુમારી અંજુદીદી

અબતક મીડિયા સાથે બ્રમ્હાકુમારી અંજુદીદી  વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે યોગએ મનને શાંતિ અને એકાગ્ર રાખે છે. રોજિંદા જીવનમાં યોગ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે..યોગ  કરવાથી માનસિક અને શારીરિક બંને રીતે ફાયદા થાય છે. તેમણે અલગ અલગ પ્રકારના યોગ અંગે માહિતી આપી હતી.

9 વર્ષની બાળકીથી લઈ 85 વર્ષ સુધીની વયની મહિલાઓએ એક્વા યોગ કર્યા : અલ્પા શેઠ

અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ટ્રેનર અલ્પા શેઠ જણાવે છે કે,આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમે રેસકોર્સ સ્નાનાગાર ખાતે એક્વા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.એક્વા યોગ કરવાથી શરીરમાં આવતી જટિલ સમસ્યાઓ તથા રોગોનું નિવારણ થાય છે.આજરોજ રાજકોટના ત્રણ ઝોનમાંથી આશરે 200થી પણ વધુ બહેનોએ એકવા યોગમા ભાગ લીધો હતો તથા 9 વર્ષની બાળકીથી લઈ 85 વર્ષ સુધીની વયની મહિલાઓએ એક્વા યોગ કર્યા હતા.

થેલેસેમિયા તથા ડાયાબિટીસગ્રસ્ત બાળકો અને  દિવ્યાંગ વ્યક્તિઓએ યોગ કર્યા: લલિત વાજા

અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં આરોગ્ય અધિકારી લલિત વાંઝા જણાવે છે કે, 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે રાજકોટ મનપા દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોગ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, ડાયાબિટીસ ગ્રસ્ત વ્યક્તિઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું હતું તથા આશરે 150 થી પણ વધુ લોકોએ યોગ કરી પોતાના શરીરને તંદુરસ્ત બનાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.