Abtak Media Google News

પત્નીની નજર સામે જ પત્નીનું કમકમાટીભર્યું મોત

ગોંડલ શહેરની મધ્યમાંથી પસાર થતો જેતપુર રોડ ભારે વાહનો ના આવન-જાવન ના કારણે જોખમી બની ગયો છે ત્યારે વૃદ્ધ મહિલા પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં પતિની નજર સામે જ પત્નીનું કમાટી ભર્યું મોત નીપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની અને હાલ રાજકોટના મવડી વિસ્તારમાં પુત્રોની સાથે રહેતા મગનભાઈ ભાલાળા ઉંમર વર્ષ 72 અને તેમના પત્ની નર્મદાબેન છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોવિયા ગામે આવ્યા હોય મંગળવારના કોઈ કામ સબબ ગોંડલ આવ્યા હતા દરમિયાન જેતપુર રોડ ત્રણ ખૂણીયા પાસે હીરો હોન્ડા મોટર સાયકલ ખઇં43અઇં2881 ઉપર પસાર થઇ રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની માફક દોડી આવતા ટ્રક ૠઉં11ઢ 5849 ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં દંપતી રોડ ઉપર પટકાયું હતું અને ટ્રક ના તોતિંગ વ્હીલ મહિલા ઉપર ફરી વળતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું

અકસ્માત સર્જી ટ્રકચાલક માનવતા નેવે મૂકી નાસી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હોય શહેર પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક કલર કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.