Abtak Media Google News

ફ્રેન્ડસ કલબ દ્વારા રાજકોટ સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે દિવ્યાંગ બાળકો અને વૃધ્ધો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ સાથોસાથ ભોજન સમારંભ પણ યોજાયો હતો.2 59લીના વખારીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ કાર્યક્રમ દિવ્યાંગ બાળકો અને સદભાવના વૃધ્ધાશ્રમ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Advertisement

તેની સાથોસાથ ભોજન સમારંભ પણ યોજવામાં આવેલ બાલાશ્રમમાંથી ઘણા બાળકો પણ આવેલા હતા. ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ચોટીલાના ગાદીપતી સુભાષગીરી બાપુ, રજનીશગીરી બાપુ, જીમીભાઈ અડવાણી, સામતભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.3 40રાજકોટ શિવસેના પ્રમુખ જીમ્મી અડવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ફાધર્સડેનો પવિત્ર દિને સાંસ્કૃતિક કાર્યક્રમનો હેતુ દિવ્યાંગ બાળકો અને વૃધ્ધો ઉપરાંત અનાથઆશ્રમનાં બાળકોને સંગીતમય લ્હાણી આપવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમ વૃધ્ધાશ્રમના લોકો બાલાશ્રમનાં બાળકો અને દિવ્યાંગ બાળકો માટે યોજવામાં આવ્યો છે.4 35હાડવૈધ સામંતભાઈ ગઢવી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ફ્રેન્ડસ કલબ હંમેશા સારા સારા કાર્યો કરતુ રહ્યું છે. અને કરતું જ રહેશે સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અનેકવિધ કાર્યક્રમો ફ્રેન્ડસકલબ કર છે. જે સરાહનીય છે. આવા કાર્યોમાં તમામ લોકોએ ભાગીદાર થવું જોઈએ પોતે આવા કાર્યક્રમમાં જોઈએ તો પોતાની જાતને અહોભાગી માનશે તેવું જણાવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.