Abtak Media Google News

સંતોની સહિષ્ણુતાને નબળાઇ ન સમજવા શેરનાથ બાપુનો હુંકાર

સનાતન પરંપરા પર કાદવ ઉડાડનાર અને દેવી-દેવતાઓ તથા ગુરુઓનું વારંવાર અપમાન કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને કંટ્રોલ કરવા તથા ભવિષ્યમાં સનાતન ધર્મ બાબતે ઉગ્ર વાતાવરણ ઉભુ કરનારા સામે કેવા પગલાં લેવા તેના નિર્ણય, ચર્ચા અને રણનીતિ ઘડવા માટે આજે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ગૌરક્ષકનાથ આશ્રમ ખાતે વિશિષ્ટ સંતો, આચાર્યોની ઉપસ્થિતિમાં સંતોની બેઠક શરે થઇ છે. જેમાં સરક્ષણ, સત્ય સંશોધન, મીડિયા પ્રવક્તા અને કાયદાકીય સમિતિની રચના કરવામા આવશે. જે સનાતન ધર્મ સંરક્ષણ માટે કાર્ય કરશે.

Advertisement

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સારંગપુર ધામ ખાતે હનુમાનજી મહારાજને દાસ તરીકે દર્શાવી કોઈને વંદન કરતા ભીત ચિત્રો બાબતે મોટો વિવાદ સર્જાયો હતો. અને તે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ભૂતકાળમાં ભગવાન શંકર, માતા પાર્વતીજી, સીતાજી,  ખોડિયાર માતાજી સહિતના દેવી-દેવતાઓ બાબતે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ સાથે નાથ સંપ્રદાયના ગુરુઓ સામે અભદ્ર વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. જે બાબતે સંતો – મહંતોમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે ગિરનાર તળેટીમાં આવેલા ગૌરક્ષનાથ આશ્રમના મહંત શરનાથબાપુએ સંતો મહંતો ની ઉપસ્થિતિમાં આગામી દિવસોમાં સનાતન ધર્મના સરક્ષણ માટે ગિરી તળેટીમાં એક સંતોની બેઠક મળશે તેવુ એલાન કરાયું હતું.

ભવનાથ સ્થિત ગૌરક્ષક નાથા આશ્રમ ખાતે સનાતન ધર્મના સંરક્ષણ માટે સંતોની બેઠક મળી રહી છે. જેમાં અખાડાના સંતો, નાથ સંપ્રદાયના સંતો, દેહણ જગ્યાના સંતો, સીતારામ પરંપરાના સંતો, પાળીયાદ, સતાધાર, ચલાળા, બગદાણા, વિરપુર, ખોડલધામ કાગવડ, સહિતના દેવસ્થાનો અને સનાતન ધર્મના સંતો, મહંતો, આચાર્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે ગિરનાર મંડળના હરીગરીજી મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, મહંત સમુદ્રનાથજી સહિતના સંતો, મહંત ઉપસ્થિત રહેશે. અને આ બેઠકમાં સનાતન સંરક્ષણ સમિતિની જે નિમણૂક કરાઈ છે તેમાં ફેરફાર  સમિતિમાં વિશિષ્ટ સંતો, આચાર્યનો ઉમેરો કરવામાં આવશે અને સંગઠન વ્યવસ્થિત કરવામાં આવશે તેમ ગોરખનાથ આશ્રમના મહંત શેરાનાથબાપુ એ જણાવ્યું છે.

શેરાનાથબાપુના જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવારનવાર દેવી-દેવતાઓ અને ગુરુઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. અને સનાતન પરંપરા ઉપર કાદવ ઉડાડ્યો છે તે અયોગ્ય છે. ત્યારે સનાતન પરંપરા ઉપર આક્રોશ કરતા હોય તેને કંટ્રોલ કરવા અને અત્યાર સુધી જે અવ્યવસ્થા ઊભી થઈ છે તે માટે શું પગલાં લેવા તેની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવશે.

જૂનાગઢના ભવનાથ ખાતે ગૌરક્ષનાથ આશ્રમના મહંત શેરાનાથાબાપુના સાનિધ્યમાં શરુ થયેલ બેઠકમાં ચાર સમિતિની રચના કરવામાં આવશે. જેમાં સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવશે આ સમિતિમાં ગુજરાતના પ્રમુખ સંતોનો સમાવેશ કરાશે તેમજ આ સમિતિ સનાતન ધર્મ સંરક્ષણ માટે શું કરવું તે નક્કી હતી. આ સાથે સત્ય સંશોધન સમિતિની પણ રચના કરાશે આ સમિતિમાં વિદ્વાન સંતો અને સંસ્કૃતના વિદ્વાન પંડિતોનો સમાવેશ કરવા માં આવશે જેના આધારે સનાતન ધર્મના સરક્ષણને લઈને ભવિષ્યમાં અસરકારક પગલાં લઈ શકાય તે કાર્ય કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.