Abtak Media Google News
  • બે જૈન સંસ્થાઓએ પાંચમી ટૂંકના દાવા સાથે કરેલી હાઇકોર્ટની અરજીમાં ગિરનારની પાંચમી ટૂંક દત્તાત્રેયની કે નેમિનાથની? ઉકેલ હવે અદાલતમાં થશે

Junagadh News

જૂનાગઢના વિશ્વપ્રસિદ્ધ ગિરનાર પર્વત પરની પાંચમી ટૂંક તીર્થને લઈને જૈન અને હિન્દુ સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં બે જૈન સંસ્થાઓએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રીત અરજી કરી ગિરનાર પર આવેલી પાંચમી ટેકરી પર ભગવાન નિમિનાથના પગલાં હોવાનું દાવો કર્યો છે. હાઇકોર્ટે આ કેસમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સહિત સંબંધિત અસરોને નોટિસ જારી કરી કેસની સુનાવણી માટે એપ્રિલ મહિનાની મુદત આપી છે.

ગિરનાર પર પાંચમી ટુંક પર પોત પોતાના ભગવાનના ના સ્થાનક નાદાવાઓ જૈન સમાજ અને હિન્દુ સમાજ વચ્ચે થઈ રહ્યા છે. ઘણા વર્ષોથી ચાલતા વિવાદમાં જૈન ના દાવા મુજબ પાંચમા શિખર પર જેનો ના 22 માં તીર્થકર ભગવાન નેમિનાથના પગલાં છે. હિન્દુઓની આસ્થા એવી છે કે આ પગલાં ભગવાન દત્તાત્રેયના છે. આ પ્રકરણમાં 2004માં થયેલા વિવાદમાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જૈન ધર્મ સંરક્ષણ મહાસંગ અને સકલ દિગંબર જૈન સાધ્વી સહયોગ પસ્થાન સંસ્થા દ્વારા હાઇકોર્ટમાં આ મામલાના ઉકેલ માટે રિટ અરજી કરવામાં આવી હતી.

અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ગિરનાર પર્વત પરના પાંચમા શિખર પર તેમના ભગવાન નિમિનાથ ના પગલાં અને છાપ હોવાથી તેમને પ્રથમ પૂજાનો અધિકાર મળવો જોઈએ આ પાંચમુ શિખર મૂળ જેનોનું હતું અને તે વર્ષોથી ભગવાન એમિનાથના પગલાની પૂજા કરતા હતા ધાર્મિક આસ્થાનું સ્થાનક હોવા છતાં જેનોને ધર્મસ્થળમાં પ્રવેશવા માટે અવરોધ ઊભા કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના પ્રાચીન ધાર્મિક આરક્ષિત સમારકો અંગેનું જાહેરનામું અને પુરાતત્વ સ્થળો અને અવશેષોમાં ગિરનાર ખાતેના પાઠમાં શિખરને પણ આરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

ગિરનારની પાંચમી ટુ અંગે જસ્ટિસ વૈભવી નાણાવટીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડ સહિતના સત્તાવાળાઓને નોટિસ જારી કરી જરૂરી જવાબ માંગેલછેગિરનાર ની પાંચમી ટુંક દત્તાત્રેયની કે નિમિનાથની છે તે હવે હાઇકોર્ટમાં નક્કી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.