Abtak Media Google News
  • જૂનાગઢ શહેરના પાંચ સ્થળો પરથી થેલા એટીએમ મારફત રૂા.10/-માં કાપડની થેલી મળશે.. પ્લાસ્ટીક મુક્ત અભિયાનમાં સ્થાયી સમિતીનો નિર્ણય

Junagadh News

જૂનાગઢ મહાનગર પાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળેલ હતી, જે બેઠક અન્વયે નિર્ણયો લેવા માટે સર્વપ્રથમ સંકલનની બેઠક મળેલ હતી, જેમાં ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસકપક્ષ્ા નેતા કિરીટભાઇ ભીંભા, સ્થાયી સમિતીના સિનીયર સદસ્યઓ ઉપસ્થિત રહેલ હતાં જેમાં સ્થાયી સમિતીના એજન્ડા અનુરૂપ નિર્ણયો લેવામાં આવેલ હતાં, ત્યારબાદ સ્થાયી સમિતીની બેઠક ચેરમેન હરેશભાઇ પરસાણાના અધ્યક્ષ્ાસ્થાને મળેલી સ્ટેન્ડીંગની બેઠકમાં સદસ્યઓ શશીકાંતભાઇ ભીમાણી, લલીતભાઇ સુવાગીયા, ભારતીબેન ત્રાંબડીયા, નટુભાઇ પટોળીયા, દીવાળીબેન પરમાર, શાંતાબને મોકરીયા, જીવાભાઈ સોલંકી સહિતના સદસ્યઓની ઉપસ્થિતીમાં મળેલ હતી, જે બેઠકમાં દરખાસ્તરૂપે આવેલ વિકાસકાર્યો અને જનસુખાકારીના પ્રજાક્યિ સુખાકારીના કામોને મંજુરી આપવામાં આવેલ છે, મુખ્યત્વે નીચે મુજબના વિકાસલક્ષ્ાી નિર્ણયો લેવામાં આવેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકની ઇવનગર ડંમ્પીંગ સાઈટ ખાતે સેનેટરી લેન્ડફીલ સાઇટની કામગીરીમાં એકસ્ટ્રા એક્સેસ અંગેની દરખાસ્ત અન્વયે ટેન્ડર રકમની મર્યાદામાં કામગીરી કરવાનો નિર્ણય

જૂનાગઢ શહેરમાં ન્યુ સીવરેજ કનેકશન એટ વેરીયસ એરીયાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં વીસી પ્રોજેકટ એન્ડ ઇન્ફ્રા.પ્રા.લી.ના રૂા.1,17,ર9,000/- ભાવો મંજુર.

મહાત્માગાંધી સ્વચ્છતા મિશન અંર્તગત શહેરમાથી ઉત્પન્ન થતા ધનકચરાને પ્રોસેસ કરી સેગ્રીગેશન/શોર્ટીંગ કરી એમઆરએફ મટીરીયલ રીસાઇકલ મટીરીયલ અલગ અલગ કરી ધનકચરાનો નિકાલ કરવાનો હોઇ જે માટે દર છ માસના ભાડામાં 10%વધારા સાથે એક વર્ષના રૂા.1,08,644/- ભરવાપાત્ર થયેલ 10% વધારા સાથે અને સેડ નિભાવ પેટે દર 6 માસના રૂા.પ0000/- ભરપાઇ કરવાની સાથે રવર્ષ માટે રીન્યુ કરવામાં આવેલ છે.

ધારાગઢ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ઉપરકોટ ફીલ્ટરેશન પ્લાન્ટમા ં અમૃત ર.00 યોજના હઠે ળ ડીઝાઈન, ક્ધટ્રકશન, ઇરકે શન, ટેસ્ટીગં, કમીશનીંગ ઓફ વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કનકે ટીવીટીની કામગીરી માટે સરકારમાથી ગ્રાંન્ટ ફાળવણી ની માંગણી કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

આણંદપરુ વીયર કનેકટીંગ પાઈપલાઇન એન્ડ પપં ીંગ મશીનરી સાથે પ વષ ર સુધી વર્કીંગ, ડીઝાઇન, બીલ્ડ અન્ે ડ ઇન્ટેક ઓઝત-ર ડેમથી આણંદપુર સુધીની કામગીરી અમૃત ર.00 યોજના હેઠળ કામગીરી માટે સરકારશ્રીમાથી ગ્રાંન્ટ ફાળવણી ની માંગણી કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

1પ મા નાણાપંચની ગ્રાંન્ટમાંથી જૂનાગઢ મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના કાંઠે આવેલ ર.પ એમ઼એલ.ડી.ની ક્ષ્ામતાનો ઇન-સીટુ બાયોરેમીડેશન પ્લાન્ટ બનાવવા તથા 1 વર્ષ સુધી ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની કામગીરી માટે કામગીરી દરમ્યાન એકસ્ટ્રા એક્સેસ રકમ રૂા.1,09,63,889/- થવા પામેલ હોઇ, જે નીચા ટેન્ડર ભાવોને ધ્યાને લઇ આ રકમ મંજુર કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકા હસ્તકની ગાંધીચોક મટનમાર્કેટ ખાતે રીનોવેશનની જરૂરીયાતને ધ્યાને લઇ રૂા.11,83,730/- ના ખર્ચે રીનોવેશનની કામગીરી હાથ ધરવાની દરખાસ્તને મંજુર કરવામાં આવેલ છે.

જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ જૂનાગઢ વિસ્તાર વિકાસ સત્તામંડળ (જુડા)ના વધતા જતા હદવિસ્તાર અને ટેકનીકલ કામગીરીની જરૂરીયાતને ધ્યાને લઇ અર્બનપ્લાનરની જગ્યા પર ઇન્ટરવ્યુ લેવામા આવેલ જેમાં રામાણી કીશન દિનેશભાઇના મેળવેલા ગુણ સૌથી વધુ હોઇ તેઓને 11 માસ કરાર આધારીત નિમણુંક આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

યોજાયેલ સ્થાયી સમિતીની બેઠકમાં આશરે રૂા.રપ કરોડ જેવી માતબર રકમના વિકાસકાર્યો મંજુરકરવામાં આવેલ છે, તેમ યાદીના અંતમાં જણાવાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.