Abtak Media Google News

રાજકોટ ડિવિઝનનો સમર્પિત સ્ટાફ હંમેશા તેમના યાત્રીઓને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવાનો પ્રયત્ન કરે છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ક્રમમાં, RPF  સ્ટાફ ની મહિલા કોંસ્ટેબલ એ   રાજકોટ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગયેલા બાળકનો જીવ બચાવ્યો હતો.

પ્લેટફોર્મ ડ્યુટી પર તૈનાત આરપીએફ ની મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માએ જોયું કે  સોમનાથ-જબલપુર એક્સપ્રેસ જ્યારે રાજકોટથી 13.53 વાગે રવાના થઈ રહી હતી ત્યારે એક મહિલા મુસાફર અને એક બાળક ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. ત્યારે આ બાળક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયું. કોન્સ્ટેબલ સોનુ વર્મા એ તરત જ દોડીને આ બાળકને ખેંચીને બહાર કાઢ્યો. આ બાળક તેના માતા-પિતા સાથે રાજકોટથી દમોહ જઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને અન્ય મુસાફરો દ્વારા તરત જ ચેઈન પુલિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રેનને રોકી દેવામાં આવી હતી.

આ પછી બાળકને તેના માતા-પિતા સાથે ટ્રેનમાં બેસાડવામાં આવ્યો. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર   અનિલ કુમાર જૈન અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર   પવન કુમાર શ્રીવાસ્તવે આ મહિલા કોંસ્ટેબલ ની સતર્કતા, સૂઝબૂઝ અને બહાદુરી ની પ્રશંસા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.