રાજકોટ સિવિલમાં બિસ્માર રસ્તાના કારણે વ્હીલ ચેરમાંથી મહિલા દર્દી ગબડી પડયા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યાં જ કેટલીક મહત્વની સુવિધા અને સગવડના ખામીના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં એકસ-રે, લેબોરેટરી કે અન્ય વિભાગમાં દર્દીને વ્હીલ ચેરમાં લઇ જવામાં આવે છે ત્યારે બિસ્માર રસ્તાના કારણે દર્દીને અસહય દુ:ખાનો થતો હોય છે.

ઓપીડી બિલ્ડીંગથી ફેકચર થયેલા મહિલા દર્દીને એક્સ-રે માટે વ્હીલ ચેરમાં લઇ જઇ રહ્યા હતા ત્યારે કોવિડ બિલ્ડીંગ પાસે રસ્તા પર મોટા ખાડાના કારણે વ્હીલ ચેરમાંથી મહિલા દર્દી ગબડી પડયા હતા.