Abtak Media Google News

આલાપ ગ્રીન સિટી નજીકનો બનાવ : બહાર આંટો મારવા લઈ જઈ કર્યો હુમલો ,સારવાર માટે યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો

વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે પોલીસ દ્વારા હથિયાર ધારાનું જાહેર નામુ બહાર પાડવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કચાસ રહી જવાના કારણે અત્યારથી હુમલો કરી આવવાના બનાવો દિન પ્રતિ દિન બન્યા રહે છે ત્યારે ગઈકાલે જ આલાપ ગ્રીન સીટી નજીક યુવકને તેના મિત્ર એ જ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જાય તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવકે અગાઉ તેના મિત્રને ચોરીમાં ફરિયાદી બની પકડાવી દીધો હોવાથી તેનો રાખી તેને હુમલો કર્યો હતો.

વિગતો અનુસાર રયા ટેલીફોન એક્સચેન્જ નજીક રહેતા સુરજ નગારજની માતા રાધિકાબેને પોતાની ફરિયાદમાં સુરતના મિત્ર અજય ઉર્ફે બિટુ ચૌહાણ નું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે,તેઓને ત્રણ દિકરા જેમા મોટો દિકરો સુરજ(ઉ.વ.25) જેના લગ્ન છ વર્ષ પહેલા થયેલા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી તેની પત્ની નિર્મલા તેને મુકીને જતી રહેલ છે ત્યારથી તે માતા સાથે રહે છે.તેનાથી નાનો સંજય (ઉ.વ.19) અને તેનાથી નાનો કાર્તીક(ઉ.વ.10) વર્ષનો છે.સુરજ 2 વર્ષનો હતો ત્યારે આંચકી આવેલ અને પેરાલીસીશ થયેલ અને ત્યારબાદ 1 મહીના પહેલા આંચકી આવતા પેરાલીસીશ થયો હતો.જેમાં ડાબો હાથ કામ કરતો બંધ થઈ ગયો હતો.જેથી તે છેલ્લા એક મહીનાથી ઘર માં જ રહેતો હતો. ગઈકાલે રાત્રીના સવા આઠેક વાગ્યે રાધિકાબેન રસોઈ બનાવતી હતી.ત્યારે દિકરો સુરજ ત્યાં બેઠો હતો.ત્યારે અજય ઉર્ફે બીટુ ચૌહાણ તેના ઘરે આવ્યો હતો અને આવીને મને કહ્યું કે માસી મારા માટે જમવાનું બનાવજો તેમ કહી તેણે દિકરા સુરજને કહેલ કે ચાલ આપણે થોડીવાર બહાર આંટો મારી આવીએ.જેથી સુરજ અજય સાથે બહાર ગયો હતો.ત્યારબાદ આશરે દશેક વાગ્યાની આસપાસ રાધિકાબેનમાં પુત્ર સુરજનો ફોન આવ્યો હતો અને કોઈ અજાણ્યા ભાઈએ કહેલ કે સુરજ કોણ છે. જેથી રાધિકાબેને પુછતાં કેમ પુછો છો તો તેણે સામેથી કહેલ કે સુરજને છરી વાગેલી છે અને તેણે આલાપ ગ્રીનસીટી સામે સાધુવાસવાણી રોડ પર લોહી લુહાણ હાલતમાં પડેલો છે.તેમ વાત કરતા રાધિકાબેન તરત જ રીક્ષામાં ત્યાં પહોંચ્યા હતા તેમજ ત્યાં સુરજ રોડ ઉપર સુતો હતો અને તેને ડાબા પડખા માથી લોહી નીકળતું હતું.જેથી તેણે પુછેલ કે શું થયુ તો સુરજે કહ્યું કે,સૂરજની પૂછપરછમાં છેલ્લે એટલું જ બોલ્યો કે અજયે મને છરીના ઘા ઝીંક્યા છે બાદ સુરજને લોહીલુહાણ હાલતમાં સિવિલે ખસેડયો હતો બનાવની યુનિવર્સિટી પોલીસને તથા સ્ટાફ હોસ્પિટલ દોડી જાય પ્રાથમિક તપાસ કરતા બનાવનું કારણના જાણવા મળ્યું હતું કે અજય ચૌહાણ ઉર્ફે બીટુને પોલીસમાં ચોરી કરવાના ગુનામાં સુરજે આઠ મહીના પહેલા પકડાવી દીધો હોય અને તેનો ખાર રાખી અજય ઉર્ફે બીટૂએ સુરજ પર ખૂની હુમલો કર્યો હતો.જેથી પોલીસે અજય વિરુદ્ધ હત્યા ની કોશિશનો ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.