Abtak Media Google News

 

Advertisement

મુંદ્રા સમાચાર 

 

મુન્દ્રામાં મંદી, મોબાઈલ અને મિત્રએ જીવ  લીધો

Screenshot 3 46

મુન્દ્રામાં બે દિવસ અગાઉ નિપુંજ ઠક્કરની થયેલ હત્યા સંદર્ભે તેનો જ મિત્ર આરોપી નીકળ્યો. બે દિવસ અગાઉ નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કર નામના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી તે દરમ્યાન પોલીસે તપાસ હાથ ધરતા નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરના મિત્ર દીવેન નવીનચંદ્ર ચાવડા શકના દાયરામાં આવી જતા તેનો અટકાયત કરી તેની પૂછ પરછ હાથ ધરતા તેને કબૂલ કરી લીધું હતું, .

Screenshot 4 34

હાલ આર્થિક સંકડામણ હોવાથી તેના મિત્ર નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરએ બે દિવસ અગાઉ સેમસંગ ગેલેક્સી ફોલ્ડ ફાઈવ લીધો હતો તે મોબાઈલ તેની પાસેથી લઇ મોબાઈલ વેંચી આરોપી આર્થિક સંકડામણ માંથી નીકળવા માંગતો હતો જેથી જે રાત્રે નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરની હત્યા થઈ ત્યારે તે બંને મિત્રો વચ્ચે રકજક અને હાથા પાઈ થતા આરોપી દીવેન ચાવડાએ નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરની હત્યા કરી મોબાઈલ લઈ નાશી છૂટ્યો હતો. જે વેચવાની પ્રેરવિમાં હતો અને પોલીસે તેને પકડી લઇ આરોપીએ ગુન્હાની કબૂલાત કરી લીધી હતી.

 

નવીનગીરી  ગોસ્વામી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.