Abtak Media Google News
  • અબતકની મુલાકાતમાં કોળી સમાજના આગેવાનોએ સ્નેહ મિલનની વિગતો સાથે જ્ઞાતિ જનોને કાર્યક્રમમાં ઉમટી પડવા કરી હાંકલ

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના પાદરમાં આવેલ નાકરાવાડી ગામના રામદેવ મંદિરે આવતીકાલે 14 એપ્રિલ રવિવારે સાંજે 7:00 વાગે રાજ્યના મંત્રી અને કોળી સમાજના આગેવાન કુવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

અબતકની મુલાકાતમાં કાર્યક્રમની વિગતો આપતા નાકરાવાડી ના સરપંચ દિપકભાઈ બાવરવા, સોખડા ના સરપંચ વિજયભાઈ રાઠોડ; ધમલપર ના સરપંચ હિતેશભાઈ ધોળકિયા, નાકરાવાડીના માજી સરપંચ શાંતિભાઈ ધેણોજા, રણજીતભાઈ ઝંઝવાડીયા ,રાજુભાઈ ઝંઝવાડીયા અને અજયભાઈ ધેણોજા એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં કોળી સમાજની 24% વસ્તી છે ,સમસ્ત કોળી સમાજ સામાજિક રીતે સંગઠિત બને ,એક બને શિક્ષિત અને આર્થિક રીતે પગભર થાય તે માટે ની સામાજિક જાગૃતિ અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે રસ દાખવે તે માટે સતત પણે પ્રવૃત્તિમય રહેતા ગુજરાતના મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખ કુવરજીભાઈ બાવળીયા ની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રી કુવરજીભાઈ બાવળીયા ની અધ્યક્ષતામાં યોજાનારા સ્નેહમિલનમાં કોળી સમાજના આગેવાનો બાબુભાઈ ઉઘરેજા, ધીરુભાઈ હાંડા, ભરતભાઈ ડાભી, તાલુકા પંચાયત સભ્ય અલ્પેશભાઈ  સાધરીયા, દિનેશભાઈ મકવાણા સહિતના આગેવાનો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

નાકરાવાડી રામદેવપીર મંદિરે રવિવારે 14 એપ્રિલ સાંજે 07:00 વાગે યોજનાના સ્નેહ મિલન માં જ્ઞાતિ રત્નોની ઉપસ્થિતિમાં સામાજિક વિકાસ અંગે મનોમંથન અને ભવિષ્યના આયોજનની ચર્ચા વિચારણા સાથે જ્ઞાતિજનો ની એકતા વધે તે માટે પરામર્સ કરવામાં આવશે, સ્નેહ મિલન બાદ જેનાં “અન ભેગા તેના મન ભેગા” ની ઉક્તિને સાર્થક કરવા હજારો જ્ઞાતિજનો એક એક સાથે એક પંગતમાં બેસીને ભોજન લેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાકરાવાડી ના સરપંચ દિપકભાઈ બાવરીયા, સરપંચ રામજીભાઈ રોજાસરા, રણજીતભાઈ ઝીંઝુવાડીયા, રમેશભાઈ બાબરવા, શાંતિભાઈ ધીણોજા, સંજયભાઈ દંતેશ્વરીયા, અજયભાઈ દેણોજા, મનસુખભાઈ દંતેશ્રીયા ,ભુપતભાઈ ઝંઝવાડીયા. રાજુભાઈ ઝંઝવાડીયા, હિતેશભાઈ ધોળકિયા સહિતના આગેવાનો તેમજ ઉઠાવી રહ્યા છે.સમસ્ત કોળી સમાજના સ્નેહમિલનમાં જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે.

નાકરાવાડી સહિતના ગામો ના વિકાસ માટે ગ્રીન ઝોન તાકીદે ઉઠાવી લેવા બુલંદ લોક માંગ

રાજકોટના પાદરમાં રહેલા નાકરાવાળી સહિતના છ ગામોમાં વિકાસ હજુ પહોંચ્યો નથી તંત્ર પાણીની સમસ્યા દૂર કરવામાં ધ્યાન દેતું નથી ગ્રીન ઝોન ના કારણે ઉદ્યોગો આવતા નથી પાંચ છ ગામોની 25,000 થી વધુ ની વસ્તી તદન રામ ભરોસે હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે કોળી સમાજની વસ્તી ધરાવતા ગામોની પ્રજા ઉધમી અને મહેનત કરનાર

છે,0 ત્યારે સમગ્ર થાય દવા કારખાના આવે તે માટે જીઆઇડીસી ની સ્થાપના કરવી જોઈએ તંત્રની ઉદાસીનતાથી આ વિસ્તારમાં કંઈ થતું જ નથી નાકરાવાડી વિસ્તારના ગામો ના વિકાસ માટે તાત્કાલિક ગ્રીન ઝોન ઉઠાવી લેવા લોકોની માંગ ઉઠી છે

નાકરાવાડી સહિતના પછાત રહેલા ગામો ને રૂડા અને કોર્પોરેશન વચ્ચે પીસાવું પડે છે

રાજકોટના અડીને આવેલા નાકરાવાળી સહિતના ગામોમાં લાઈટ પાણી રસ્તા અને કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાયા વગરની પડી રહે છે રૂડા અને કોર્પોરેશન વચ્ચેના સંકલનના અભાવે રાજકોટના પાદરમાં આવેલા ગામોનો વિકાસ થતો નથી . પાંચ ગામોમાં કોળી સમાજની વસ્તી છે ફરતે વિકાસ થાય છે, પરંતુ આ ગામોમાં વિકાસ થતો નથી અબતક સાથેની વાતચીતમાં આગેવાનોએ જણાવ્યું હતું કે

ક્યારેક ક્યારેક તો અમને એવું થાય છે કે ગામમાં કોળી સમાજની વસ્તી છે એટલે વિકાસથી વંચિત રાખવામાં આવે છે? ગ્રામ પંચાયતના સરપંચ અને પદાધિકારીઓ કોર્પોરેશન અને રૂડામાં તપાસ કરે તો જવાબ આપવાનો આવે છે કે ઊંચા ટેન્ડરિંગના કારણે કામો અપાતા નથી .માત્ર આશ્વાસન જ મળે છે ભૂગર્ભ ગટરના મુદ્દે ગામના આગેવાનો સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા પરંતુ માત્ર આ શ્વસન અને વાયદા સિવાય કંઈ મળતું નથી

રાજકોટના પાદરમાં આવેલા નાકરાવાડી સોખડા પીપળીયા સહિતના ગામોનો વિકાસ “ડમ્પિંગ યાર્ડ” અને ગ્રીન ઝોનમાં દફન..!

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં વિકાસ આસમાને ઊડી રહ્યું છે ત્યારે રાજકોટના જ પાદરમાં આવેલા ઉધમી અને મહેનતુ ગણાતા કોળી સમાજના વસ્તી ધરાવતા નાકરાવાડી સોખડા પીપળીયા સહિતના ગામોનો વિકાસ જાણે કે અટકી પડ્યો હોય તેમ વર્ષોથી ગામનું પછાતપણું દૂર થતું નથી, રાજકોટના સીમાડાના ગામડા માં પછાતપણા  ની સ્થિતિ વિશે ના અબ તકના પ્રશ્ર્નમાં નાકરાવાડી ના માજી સરપંચ શાંતિભાઈ ધીણોજા એ જણાવ્યું હતું કે અમારા કોળી સમાજના વસ્તીવાળા  ગામો નો વિકાસ ડમ્પીંગ સાઈડમાં દબાઈ ગયો છે ડમ્પિંગના કારણે રોગચાળાની સાથે સાથે જમીનના તળ ખોટા થઈ ગયા છે ગામ નજીક રોજનો 500 600 ટન કચરો ઠલવાય છે ખેતી પડી ભાંગી સાથે સાથે ગ્રીન ઝોન ના કારણે પણ વિકાસને બ્રેક લાગી ગઈ છે.

ગ્રીન ઝોન અને ડાક ઝોનની વિસંગતતામાં અનેક ગામડાઓ ફસાયા

રાજકોટ નો વિકાસ રાત દિવસ આગળ વધી રહ્યો છે ત્યારે નાકરાવાળી સોખડા પીપળીયા સહિત ગામો મા ઔદ્યોગિક વિકાસમાં ખેતી મુ રજાય  ન જાય તે માટે ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યું છે, ગ્રીન ઝોનમાં ઉદ્યોગ નો વિકાસ ન થાય ખેતીની બિન ખેતીની મંજૂરી મળતી નથી તો આ જ વિસ્તારમાં ડાક જોન એટલે વીજ કનેક્શન આપવામાં પાબંદી હોય છે આમ રાજકોટ આસપાસના ગામોમાં એક તરફ કૃષિને પ્રોત્સાહન મળે તે માટે ઉદ્યોગોને નિયંત્રણમાં રાખવા ગ્રીન ઝોન જાહેર કરાયો છે સાથે સાથે .. ડાક ઝોન હોવાથી ખેડૂતોને ખેતી માટે વીજ કનેક્શનમાં અવરોધ આવે છે આમ ગ્રીન ઝોન અને ડાક જોનની વિસંગતતામાં અનેક ગામો ફસાયા છે રાજકોટ આસપાસના કોળી સમાજની વસ્તીવાળા ગામોના વિકાસને વેગ આપવા માટે ગ્રીન ઝોન અને ડાઘ ઝોન ની વિસંગતતા દૂર કરવી જોઈએ તેવી લાગણી નાકરાવાડીના સરપંચ દીપકભાઈ બાવંરવા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.