Abtak Media Google News

‘ખુશી’ જૈસી ખુરાક નહીં

‘આનંદ’ની અગત્યતા દર્શાવતા સનસાઈન ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશનના ડાયરેકટર અને મોટીવેશનલ સ્પીકર વિકાસ અરોરા

ખુશ રહેવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સનું નિર્માણ થાય છે જેના કારણે સકારાત્મકતા અને રચનાત્મકતાનો વિકાસ થાય છે

‘ખુશી’ આ એક એવો શબ્દ છે કે તેના વિશે કંઈ બોલીએ, સાંભળીએ કે લખીએ એ ઓછું જ પડે, આ હૃદયમાં ઉદભવતો એક અવર્ણનીય ભાવ છે. જેને માત્ર અનુભવીજ શકાય છે. ઈશ્વરેદરેકનાં હૃદયમાં આ ભાવને લખલૂટ માત્રામાં આપ્યો છે, ખુશ રહેવું અને ખુશ કરવું આ બંનેમાં માત્ર એટલો જ ફરક છે જેટલો પાણી અને જળમાં વચ્ચે એટલે કે બંને સરખા જ છે. કારણ કે તેમાં ખુશી આપવી અથવા તો ખુશ હોવું એ ક્રિયા માત્ર ‘ખુશી’ જ અપાવે છે. આને કયાંયથી ખરીદી કે વહેચી શકાતી નથી.

હેપીનેસ મેટર્સ અંતર્ગત ડો. વિકાસ અરોરા તેઓ સનશાઈન ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશનના ડાયરેકટર અને એક મોટીવેશનલ સ્પીકર છે. તેઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં વ્યકિતના જીવનમાં ‘ખુશી’ કેટલી મહત્વની છે વગેરે પહેલુઓ પર પ્રકાશ પાડયો હતો.

વિકાસ અરોરાને જો સંક્ષિપ્તમાં મુલવીએ તો તેમણે ચારથી પણ વધારે પુસ્તકો લખ્યા છે. અને ૧૪થી વધારે દેશોમાં મોટીવેશન સ્પીચથી લોકોન ‘ખુશી’ વિશે ઉંડાણપૂર્વકની સમજ આપીને માહિતગાર કર્યા છે. તેમણે દોઢ લાખથી વધારે લોકોને ટ્રેન કર્યા છે.તેમણે કયા કારણોથી લોકો નાખુશ થઈ જાય છે. વિશે જણાવ્યું હતુકે વ્યકિતના કેટલા મિત્રો છે. તે મહત્વનું છે. તેથી જ કહેવાયું છે કે કોઈ વ્યકિતને જો સમજવો હોય તો તેના પાંચ મિત્રોને સમજી લો, દરેક વ્યકિત પોતાના મિત્ર સાથે વધારે ખુશ રહે છે. અને મિત્રતાનું સૌથી મોટુ ઉદાહરણ સુદામા અને કૃષ્ણ ભગવાન છે. દરેક વ્યકિત માટે ખુશીની પરિભાષા અલગ હોય છે. ઘણા લોકોને બધાની સાથે રહેવામાં ખુશી મળે છે. તથા ઘણાને એકાંતમાં મળે છે. દરેક વ્યકિતમાં કંઈક ખાસીયત હોય છે. અને નબળાઈ પણ હોય છે. અને ખુશ રહેવાથી નકારાત્મકતામાં ઘટાડો થાય છે. સંબંધોમાં કયારેક તણાવ અને ખટરાગ થઈ જાય તો તેને માફ કરી દેવામાં પણ ખુશી મળે છે.

Errer

નિરાભિમાની વ્યકિતમાં ખુશીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેજ રીતે એક વ્યકિત બીજા વ્યકિતને માફ કરી દે છે. ત્યારે પણ હળવાશ અને ખુશીનો અનુભવ થાય છે. પરંતુ આજે દરેક વ્યકિતમાં રહેલો ઈર્ષ્યા અને નફરત નામનો અવગુણ તેને ખુશીથી વંચિત રાખે છે. એ સિવાય દરેક વ્યકિતમાં જો ધન્યવાદ કરવાની ભાવના એટલે કે ગ્રેટીટયુડ હોય તેવા લોકો સફળ પણ થાય છે, અને બીમારીઓથી દૂર પણ રહે છે. સંબંધોમાં તિરાડ પડવી એ નાખુશ થવાનું સૌથી મોટુ કારણ છે. મળવું અને છૂટા પડવું એ આપણા હાથમાં નથી, જે લોકો જીવનમાં આવે છે, તેને ભગવાને મોકલ્યા છે તેવું માનવું જોઈએ, વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં જયારે વિમાન અકસ્માત થયો હતો ત્યારે બિલ્ડીંગ પડવાનો હતો એ સમયે હજારો લોકોએ પોતાના પરિજનોને ફોન કરીને ત્રણ શબ્દ જ કહ્યા હતા સોરી, થેંકયુ અને આઈલવયુ, સંબંધો તેવા જલોકોમાં મજબૂત હોય છે. જેઓ ભાવાત્મક હોય છે.

ખુશ રહેવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ જનરેટ થાય છે. જેના કારણે સકારાત્મકતા અને રચનાત્મકતાનો વિકાસ થાય છે. હાવર્ડ યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચ મુજબ એવા લોકો જ ખુશ રહી શકે છે જે લોકો સંબંધ નિભાવે છે.

પરંતુ તેમ છતાં આજે સંબંધોમાં તિરાડો વધુ જોવા મળે છે. તેનું કારણ સહન શકિતનો અભાવ પણ એક કારણ છે ભગવત ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે કલિયુગમાં લોકોને વિચારની વિચલીતતાને લીધે, સહન શકિતના અભાવને લીધે આવશે.

ખુશ રહેવા માટે ધર્મ કેટલો મદદરૂપ થાય છે? તે વાત પર પ્રકાશ પાડતા ડોકટરે જણાવ્યું હતુ કે જયારે માણસ આધ્યાત્મિકતા તરફ વળે છે. ત્યારે તેને સમજણ આવે છે કે આ જ માર્ગ સાચો છે પહેલા ૫૦ વર્ષથી ઉપરના વ્યકિત આધ્યાત્મિકતા તરફ વળતા જયારે હવે કોઈપણ ઉંમરની વ્યકિત આધ્યાત્મિકતા તરફ વળી જાય છે. તેનાથી ભગવાન પરનો વિશ્ર્વાસ વધી જાય છે.

વિચારો પર નિયંત્રણ રાખવા અને ચિંતાને દૂર રાખવાનો અથવાતો કરવાનો ઉપાય શું છે તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતુ કે ધ્યાન કરવું એ સૌથી મોટો ઉપાય છે. એ જ પ્રમાણે લક્ષ્યના કેટલા પ્રકાર છે અને વ્યકિતના જીવનમાં તેનું કેટલું મહત્વ છે. તો આનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતુ કે લક્ષ્ય નહીં જીનકા વો ઐસે ખો જાતે હૈ, જૈસે લાખો, હજારો પતે પાનીમેં ગિર જાતે હે, ૯૮ ટકા લોકો પોતાનું લક્ષ્ય નથી સાધતા તેનું કારણ વિચારોની ગતિ અને તીવ્રતા વધારે હોય છે. ત્યારે સમય વિશે કહેતા તેમણે જણાવ્યું કે સમય અને ખુશીનો શો સંબંધ છે? જીવનમાં સમય મુજબ બદલાવ જરૂરી છે. બદલાવ પણ એવા હોવા જોઈએ જે ખુશીથી વંચિત કરવાને બદલે ખુશી અપનાવે.

‘ખુશી’ એ આંતરિક શકિત અને ભાવના છે. પહેલાના સમયમાં લોકો તેનું બેલેન્સ જાળવતા જયારે આજે ભાગદોડભર્યા જીવનમાં લોકો તેનાથી દૂર થઈ ગયા છે. જેથી અમુક સમયે લોકોને હેપીનેસ કે લાફીંગ કલબ જોઈન્ટ કરવા પડે છે પણ શું છે. આ લાફીંગ કલબ અને તેમાં શું કરાવવામાં આવે છે તેવો સહજપણે સવાલ થાય, તો ૫૩ દેશમાં કુલ ૫૦૦૦ હજારથી વધારે લાફટર કલબ છે. યુ.એસ.એ.માં ૨૦૦થી વધારે છે. લાફટર કલબમાં નાની મોટી દરેક ઉંમરના લોકો જોડાય છે. અને સાથે મળીને હસે છે. પણ અહી માત્ર હસવું એજ પૂર્તુ નથી અહીં સવાલ એ પણ થાય કે આપણે જાણી કેવી રીતે શકીએ કે આપણે ખુશ છીએ? તો પ્રથમ તોક એ જાણવું જરૂરી છે. કે તેને કઈ વાત અથવાતો બાબત ખુશી નથી અપાવતું તેનું મનન કરીને જાતે જ એનાલિસીસ કરવું જોઈએ કોઈ વ્યકિતને હતાશાથી બચવું હોય તો શું કરવું જોઈએ? આ વાત અંગે ડો. જણાવ્યું હતુ કો જયારે કોઈ વ્યકિતની અપેક્ષા પૂરી નથી થતી ત્યારે તે હતાશ થાય છે અને આવી રીતે ખુશી ગાયબ થઈ જાય છે.

વર્કશોપ વિશે જણાવતા તેમણે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં હેપીનેસ વર્કશોપ કરીશું કોર્પોરેટ ક્ષેત્રે તો વર્કશોપ થાય જ છે. અને હાલ દરેક વ્યકિતને આની જરૂર છે.

અંતમા તેમણે જણાવ્યું હતુ કે લોકો હંમેશા ભગવાન પાસે માગે છે કે મને બધુ જ મળી જાય ત્યારે ભગવાન કહે છે જિંદગી આપી એટલે જ બધુ જ આપી દીધું હવે માણસનો વારો છે કે બીજાને ખુશ રાખીને ભગવાનને રીટર્ન ગીફટ આપે છે. દુનિયાકા બોજ દિલસે ઉતાર દે છોટી સી હૈ જિંદગી જરા હસકે ગુઝાર દે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.