રાજકોટ કોર્પોરેશનની ૯૫૮ ટીમો દ્વારા કોરોના વેકસીન માટે ડોર ટુ ડોર સર્વે શરૂ

છેલ્લા એક વર્ષથી વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહેલા કાળમુખા કોરોનાની વેકસીન હવે ભારતમાં ખુબજ નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થવાની પ્રબળ સંભાવના જણાય રહી છે. ગુજરાત સરકારના આદેશ બાદ આજથી રાજકોટ મહાનગરપાલિકાની ૯૫૮ ટીમો દ્વારા શહેરભરમાં કોરોના વેકસીન સંદર્ભે ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે ચાર દિવસ સુધી ચાલશે. જેમાં ૫૦ વર્ષથી વધુ ઉમરના તમામ લોકોનો સર્વે કરી તેની ડેટા બેંક બનાવવામાં આવશે.

જ્યારે ૧૮ થી લઈ ૫૦ વર્ષ સુધીના લોકો જેઓ ડાયાબીટીશ, બીપી, કેન્સર, એઈડ્સ, કીડની સંબંધીત રોગ, હાટડીસીઝ, એચઆઈવી, મેન્ટલી રીયાઈડેડ જેવા અસાધ્ય રોગોથી પીડાતા વ્યક્તિઓની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેને પ્રથમ તબક્કામાં કોરોનાની વેકસીન આપવામાં આવશે. આજથી ૯૫૮ ટીમો દ્વારા શરૂ કરવામાં આવેલી ડોર ટુ ડોર સર્વેની કામગીરી આગામી ચાર મહિના સુધી ચાલશે. નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતની ટીમ આજે શહેરના મવડી વિસ્તારમાં ઉતરી હતી. જ્યાં મોટાપાયે ડોર ટુ ડોર સર્વે કરાયો હતો.