Abtak Media Google News

એજન્ડાની દરખાસ્તોને બહાલી: 45 લાખનું ધિરાણ

ઉપલેટાના ડેનીસ હોલ ખાતે આજથી પાંચ મહિના પહેલા ચાલુ થયેલ શ્રી દીનદયાળ કો.ઓપરેટીવ સોસાયટીની પ્રથમ સાધારણ સભા બોલાવવામાં આવેલ હતી. ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભામાં સ્વાગત મંડળીના મંત્રી અવનીબેન માકડીયા દ્વારા કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સભાની કામગીરી ચરેમેન ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકહક્ષયાએ ચાલુ કરી કુલ 5 એજન્ડા પર દરખાસ્ત કરવામાં આવેલ.

કાર્યક્ષેત્ર વધારવાની એફ.ડી.ની લીમીટ વધારવાની આમ 5 દરખાસ્તને ટેકા સાથે બહાલી આપવામાં આવી ચેરમેન દ્વારા મંડળીના હિસાબ રજૂ થયા તેને બહાલી આપી હાલની મંડળીની સ્થિતિ પર ચેરમેનએ કહ્યું કે 50 લાખની એફ.ડી. છે તે સામે 45 લાખનું ધિરાણ કરવામાં આવેલુ જે માર્ચ 31-2022 સુધીના છે અત્યાર સુધી 300થી વધઉ લોન અરજી આવેલ તેમાંથી યોગ્ય માપદંડ સાથે સધ્ધરતા ચકાસી 201 લોન ધારકની અરજી મંજૂર કરવામાં આવેલ છે. ખૂબજ ટુંકા સમયમાં એટલે કે પ્રથમ 4 માસમાં જ તમામ લક્ષ્યાંક સિધ્ધ કરી લીધેલ છે.

તે દિનદયાલ મંડળીના સભાસદ થકી શકય બનેલ છે.કુલ 1800થી વધુ સભાસદ દિન દયાલ કો.ઓ. સોસાયટીમાં બની ચૂકયા છે. આગામી દિવસોમાં મે ઉપલેટા શહેરમાંથી ઉપલેટા તાલુકાનું કાર્યક્ષેત્ર થઈ જશે તો આ સોસાયટી ટુંકા સમયમાં વધુ શેર હોલ્ડર ધરાવતી મંડળી બની જશે તેમાં શંકા નથી તેમ વાઈસ ચેરમેન પરાગભાઈ શાહએ જણાવેલ તેમણે તેમની વાતમાં કહ્યું કે નાના અરજદારના વ્યવસાય સ્થાયી થાય તે માટે ખૂબજ સરળતાથી લોન આપીએ છીએ જેમને કમાવાનું સાધન આ દ્વારા મળવાથી તેમના આનંદમાં અમો આનંદીત થઈ.

એ છીએ આ તકે આ સોસાયટીને સપોર્ટ આપનાર શુભેચ્છકો ને મોમેન્ટો આપી અભીવાદન કરવામાં આવેલ જેમાં શેર હોલ્ડરો તેમજ મિડીયાના મિત્રોનો સમાવેશ થતા કુલ 33 લોકોનું અભિવાદન સોસાયટી દ્વારા કરવામાં આવેલ હતી.આજની સાધારણ સભાની મહત્વની બાબતએ હતી કે સંસ્થાના પિલોર સમાન શેર હોલ્ડર પાસે ઉદઘાટન કરાવવામાં આવ્યું અને જેમનો સહયોગ મળેલ તેમને ઉદારદીલે બિરદાવ્યા હતા. ખૂબજ મોટી સંખ્યામાં આવેલ સભાસદને આવકાર સત્કાર કરી અલ્પાહાર લઈ છુટા પડેલ.

આ તકે સોસાયટીના ડિરેકટર પંકજભાઈ નાંઢા, દેવેનભાઈ ધોળકીયા, રવજીભાઈ ગજેરા, ડો. ઉદયભાઈ પંડયા, વલ્લભભાઈ માકડીયા, શાંતીલાલ રાઠોડ બોર્ડ મેમ્બરોની હાજરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.