Abtak Media Google News

સમગ્ર દેશ આઝાદી ના 75વર્ષ નો ઉત્સવ રૂપી આઝાદી ના અમૃત મહોત્સવ ના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો થી તેની ઉજવણી થઈ રહી છે ત્યારે પંચાયતી રાજ઼ ના સ્થાપના દિવસે સમગ્ર રાજ્યના ગામડાઓ માં ગ્રામપંચાયત ની ગ્રામસભા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

ત્યારે આ ગ્રામસભા અમરેલી જિલ્લા ના  તાલુકા મથક એવા વડિયા ગ્રામપંચાયત માં પણ ગ્રામસભા યોજાઈ હતી.  ગ્રામસભા બાબતે ગ્રામપંચાયત દ્વારા કોઈ પ્રચાર, પ્રસાર ના કરવાને કારણે શિક્ષકો, આંગણાવાડી બહેનો અને જૂજ સભ્યો સિવાય કોઈ ફરક્યું ન હતું. એટલે વડિયા ગ્રામપંચાયત ની ગ્રામસભા માં હું… તૂ…. અને  રાતનિયો  જેવી સ્થિતિ થઈ  હતી.

જોકે તાલુકા મથક નુ ગામ હોવા છતાં સ્થાનિક મામલતદાર, ટીડીઓ, આરોગ્ય અધિકારી, શિક્ષણ અધિકારી, પોલીસ કે ઉપ સરપંચ સહીત તમામ મહિલા સભ્યો પણ ગેર હાજર જોવા મળ્યા હતા. ગુજરાતમાં મહિલા સશક્તિ કરણ ની વાતો કરી  પુરુષ સમવડી મહિલા ને બનવવા અને તેનો સામાજિક દરજ્જો ઉપર લાવવા ગ્રામપંચાયત માં 50% મહિલા અનામત આપવામાં આવી છે. પરંતુ કે પણ મહિલા સભ્ય ગ્રામસભા માં ઉપસ્થિત રહી ના હતી.

તો કોઈ અધિકારીઓ પણ ડોકાયા ના હતા. ત્યારે લોકશાહીની ધરોહર સમાન પ્રથમ પગથિયું એવી ગ્રામપંચાયત માં ઘર મેળે ગ્રામસભા પૂર્ણ થતી જોવા મળી હતી. જોકે વિરોધ પક્ષ ના સભ્ય દ્વારા ભૂગર્ભ ગટર, પ્રાથમિક શાળા ને મર્જ કરી તેનું બિલ્ડીંગ બનાવવા બાબતે રજુવાત કરાઈ હતી. પરંતુ કોઈ અધિકારી હાજર ના હોવાથી રજુવાત પણ કોને કરવી? ત્યારે નીરસ ગ્રામસભા માં હું…. તૂ…. ને. રતનિયો જ હોય ત્યારે ગ્રામપંચાયત ને પણ ગામની સમસ્યાઓ દૂર કરવાને બદલે લવ મેરેજ ના રજીસ્ટ્રેશન માં જ રસ હોય તેવુ સમગ્ર ચિત્ર જોવા મળ્યું હતુ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.