Abtak Media Google News

નર્મદા નીરને વધાવવા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ પધારી રહ્યાં છે. ત્યારે લોકલાડીલા પીએમને સત્કારવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની વિવિધ સંસઓ દ્વારા વડાપ્રધાનનાં સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સંસના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્તિ રહી પીએમને ફુલડે વધાવી ઉષ્માભેર સ્વાગત કરશે.

વડાપ્રધાન મોદીના હસ્તે નર્મદાના નીરનાં વધામણાં બાદ આજી ડેમ ખાતે સભા  યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઊમટી પડશે. આજી ડેમ ખાતે બપોરે 3 થી જ લોકડાયરો યોજાશે જેમાં કીર્તિદાન ગઢવી, ધીરૂભાઇ સરવૈયા સહિતના કલાકારો જમાવટ કરશે.અને રાજકોટવાસીઓ ખુબજ મોજ કરશે.ત્યારે લોકો માટે બેઠક વ્યવસ્થાની વાતકરીએતો જર્મન ડોમ થી આજી ડેમને સજ્જ કરીદેવામાં આવ્યો છે.વરસાદનું વિઘ્ન ને ધ્યાનમાં રાખીને ખાસ વોટરપ્રૂફ ડોમની સુવિધા કરવામાં આવી છે.આમાં ક્યાય કચાસ ના રહે તેમાટે ખાસ ઉચ્ચઅધિકારી દ્વારા તપાસ કરવામાં પણ આવી છે.તેમજ લાખોલોકો બેસીસકે તેમાટે લાખોલોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.