એસજીવીપી ગુરૂકુલમાં ગુરુપૂર્ણિમાં મહોત્સવની ભવ્ય ઉજવણી

A grand celebration of the festival in Guruji in SGVP Gu?
A grand celebration of the festival in Guruji in SGVP Gu?

૧૨૫ ફુટના ફૂલનો હાર પહેરાવી કર્યુ ગુરૂપુજન

સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિઘા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ખાતે માધવપ્રિયદાસજી સ્વામીની ઉ૫સ્થિતિમાં ગુરુવંદના ગુરુ પુર્ણિમા ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી.

કાર્યક્રમને શરુઆતે માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ગુરુદેવ અ.નિ. શાસ્ત્રીજી મહારાજની ચિત્ર પ્રતિમાને ચંદનની અર્ચા કરી ભાવ પુજન કર્યુ હતું.

ત્યારબાદ  એસજીવીપી હોસ્ટલ, દર્શનમ સંસ્કૃત મહાવિઘાલય અને મેમનગર ગુરુકુલના વિઘાર્થીઓએ ચોકલેટ, બિસ્કીટ વેદના મંત્ર વ્યાસ રચિત ઉપનિષદો ગુલાબ, ચંપા તેમજ અન્ય ફૂલોના મોટા મોટા હારથી ગુરુપુજન કર્યુ હતું.

પ્રાસંગિક પ્રવચન કરતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ત્રણેય પાંખના વિઘાર્થીઓએ જે ચોકલેટ બિસ્કીટ વગેરેથી ગુરુ પુજન કર્યુ તે તમામ પુજન આપણા ગુરુ મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીને અર્પણ કરી છીએ. ગુરુ પુર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનો દિવસ આજે ગુરુપુર્ણિમાનો પુનિત દિવસ છે ત્યારે આપણી ગુરુ પરંપરામાં ભગવાન સ્વામીનારાયણ, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદદાસજી સ્વામી, ધર્મસ્વરુપદાસજી સ્વામી, ગોપીનાથપુરાણી સ્વામી, ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને જોગી સ્વામીવગેરે સંતોને ગુરુ પૂર્ણિમા દિને વંદન કરીએ છીએ.