Abtak Media Google News

રાજય અને કેન્દ્ર સરકારનો આભાર માનતા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિફ. કમિશનર આનંદ પટેલ

ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની સ્પેશિયલ આસિટન્ટ ફોર કેપીટલ ટુ સ્ટેટ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને જુદા જુદા આઠ વિકાસલક્ષી પ્રોજેકટ માટે કુલ રૂ. 101.89 કરોડની ખાસ ગ્રાંટ ફાળવવામાં આવતા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલ, અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલએ કેન્દ્ર અને રાજય સરકારનો આભાર માન્યો હતો.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે કેન્દ્ર પુરસ્કૃત ખાસ ગ્રાંટ ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ મારફત સ્વર્ણિમ જયઁતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ આઠ પ્રોજેકટસ માટે અલગથી જ કુલ રૂ. 101.98  કરોડની રકમ ફાળવી છે.

Advertisement

વોર્ડ નં. 4 માં ભગવતીપરા વિસ્તારમાં નવી હાઇસ્કુલ બનાવવા માટે રૂ. 23.08 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વોર્ડ નં.3 માં ડી.આઇ. પાઇપલાઇન ના કામ માટે રૂ. 17.10 કરોડ, વોર્ડ નં.3 માં મોરબી રોડ બાયપાસના 30 મીટરના ડી.પી. રોડ જે કોર્પોરેશનની બ્રાઉન્ડીથી એઇમ્સને જોડતા રોડના નેટવર્ક માટે રૂા. 8.89 કરોડ, વોર્ડ નં. 18 માં રિઘ્ધી-સિઘ્ધીના નાલાથી હુસેની ચોક સુધી રોડના કામ માટે રૂ. 6.99 કરોડની ગ્રાન્ટ, વોર્ડ નં. 1ર માં પુનિત નગરમાં 80 ફુટ રોડ પર પુનિતનગર માં રિડેવલપમેનટ પ્રોજેકટ માટે રૂ. 6.91 કરોડ, વોર્ડ નં. 18 માં હુડકો ચોકડીથી કોઠારીયા ગામ તળ સુધીના રોડના રિ કાર્પેીંગના કામ મો રૂ. 6.25 કરોડ, વોર્ડ નં. 3 માં શાંતિનગરથી એઇમ્સ હોસ્પિટલ ને જોડાતા રોડ પર માઇનોર બ્રિજ બનાવવા રૂા. 5.06 કરોડ અને ન્યારી-1 ડેમથી જેટકો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી 1016 એમએમ ડાયાની પાઇપ લાઇનની કામ માટે રૂ. 27.7 કરોડ સહિત આઠ પ્રોજેકટ માટે રૂ. 101.98 કરોડ ફાળવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.