Abtak Media Google News

વિશ્ર્વ વિખ્યાત જીતેન્દ્ર મહારાજ, દિલ્હીથી કમલીનીબેન અને નલીની બહેનોએ યંગ જનરેશનને કથ્થક વિશે ઉજાગર કર્યા

શહેરમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે કથ્થક કેન્દ્ર નવી દિલ્હી અને પરમ કથ્થક કેન્દ્ર રાજકોટ દ્વારા સંયુકત ઉપક્રમે ત્રણ દિવસીય કથ્થક ઉત્સવ-૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનારસ ધરાના, રાજસ્થાન ધરાના જેવી કથ્થક કલાકૃતિની રજુઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં નવી દિલ્હીના કથ્થક કેન્દ્રના અઘ્યક્ષ અને કથ્થક નૃત્ય ક્ષેત્રે અને ખાસ બનારસ ધરાનામાં ખ્યાતનામ કમલીની અને નલીની  બન્ને બહેનો કમલીનીએ પોતાની અદભૂત કલાકૃતિ રજુ કરી રાજકોટવાસીઓ સમક્ષ પ્રસ્તુત કરી હતી. સાથે કથ્થક નૃત્ય ક્ષેત્રે વિશ્ર્વ વિખ્યાત જીતેન્દ્ર મહારાજ પણ ઉ૫સ્થીત રહ્યા હતા. ત્રણ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં શહેરીજનો એ કાર્યક્રમ માણ્યો હતો.

Vlcsnap 2019 12 21 08H58M26S157

અબતક સાથેની વાતચીતમાં કથ્થકના ખ્યાતનામ કમલીની બહેનમાં નલીનીબેને જણાવ્યું હતું કે આજ રાજકોટના આંગણે પધારી ખુબ પ્રસંશા થઇ રહી છે. કારણ કે રાજકોટમાં આ પ્રથમ કાર્યક્રમ છે. દુનિયાભરમાં કાર્યક્રમ કર્યા બાદ પણ રાજકોટ પધારી એક અલગ જ અનુભુતિ થઇ રહી છે. પરંતુ જાનકીપ્રસાદ બનારસ ધરાનાની કૃતિઓ રજુ કરીએ છીએ આ કૃતિમાં એક શુઘ્ધતા છે જેને માણીને લોકોને ખુબ આનંદ આવશે.

આટલા વર્ષોના કેરીયરમાં અમારી ઉ૫સ્થિતિમાં અને ગુરુજી જીતેન્દ્ર મહારાજના સાનિઘ્યમાં ૪૦ થી ૪૨ વર્ષથી અમે નૃત્ય કરીએ છીએ. જેનો ખાસ ઉદ્દેશી દેશ વિદેશમાં કાર્યક્રમ કરી યુવાનોમાં દેશની સંસ્કૃતિ ઉજાગર કરવાનો અમારો ઘ્યેય છે. શબ્દ અને અભિવ્યકિત વચ્ચે સંગીત સેતુનું કાર્ય કરે છે.

Vlcsnap 2019 12 21 08H57M51S59

ઇ.સ. ૨૦૦૩માં અમે લોકોએ કૈલાસ માનસરોવર પર નૃત્ય કર્યુ. બાર જયોતિલીંગ પર નૃત્ય કર્યા બાદ ૧૮ હજાર ફુટ ઉપર નૃત્ય કર્યુ જે હજુ વિશ્ર્વ રેકોર્ડમાં નામ ધરાવે છે. અને જીવનની આ સૌથી મોટી ઉપલભી છે.

સંગીત સાથે જોડાઇને યુવાનો સાધના સાથે જોડાઇ શકે છે. કલામાં કોઇ ઉમરનો ભેદભાવ હોતો નથી. બસ ભણતર સાથે પણ તમે તમારી કલા નિખારી શકો છો. અને જયારે પણ ફરી રાજકોટ પધારવાનું આમંત્રણ આપવશે ત્યારે અમારા શિષ્યોને પણ સાથે લાવીશું. સાથે અબતક ચેનલને ખુબ શુભકામનાઓ પાઠવું છું.

Vlcsnap 2019 12 21 08H57M45S249

કમલીનીબેન એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કથ્થક કેન્દ્રની અઘ્યક્ષછું. પુરા ભારતમા અમે નૃત્ય રજુ કરતા આવી છે. એમાં આજે રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન થયેલ છે. પહેલા દિલ્હીમાં જ કાર્યક્રમ થતો અમારો અને બધા ત્યાં જ જોવા આવતા. પરંતુ અમને લાગ્યું કે આવડો મોટો કાર્યક્રમ એક જ જગ્યાએ થાય તેના કરતા એવી જગ્યાએ જઇ કાર્યક્રમ કરીએ કે જયાં આવા કાર્યક્રમ પહેલા થયેલા ન હોય, ઉજજૈ, નાસીક, ચંદીગઢ જેવા શહેરોમાં અમે કાર્યક્રમ કર્યા છે. ગુજરાતના રાજકોટમાં આ પહેલો કાર્યક્રમ છે. અહિ ચારેય ધરાનાની પ્રસ્તુતી થઇ રહી છે. માટે પ્રેક્ષકોને ખુબ આનંદ આવશે.

અમારા ધરાનાની પ્રથા બહુ જુની છે. એટલે શિવથી આ નૃત્ય કલા આવે છે તો અમારા ગુરુજીનું માનવું છું કે આ પ્રથાને આગળ લઇ જવામાં આવે અમારા નૃત્યકારો સાથે સાથે રાજકોટના પણ કેટલાક નૃત્ય કારી અહિ પ્રસ્તુતી કરશે જેમાં પલ્લવીબેન નો ખુબ સહયોગ રહ્યો છે.

આજકાલના યુવા લોકોને અમે એ સંદેશ આપીએ છીએ કે આપણા ભુતકાળ અતિતીને સન્માનીત કરે વર્તમાન ને સમાધાન કરે અને ભવિષ્યને એક દિશા આપે આજકાલના લોકોને સાધનાની ટેવ નથી અને બધુ ઝડપથી કરવા માંગે છે. તો તેમાં આપશું પરંપરા ભુલાઇ નહીં તે ખાસ જોવાનું રહ્યું.

અમે લોકોએ હમણા એક અભિયાન કર્યુ હતું કે હમારી સંસ્કૃતિ હી હમારી પહેચાન આજના કાર્યક્રમમાં અમારા ગુરુજી જીતેન્દ્ર મહારાજ આવ્યા છે એ માટે અમને ખુશીની લાગણી છે. આજનો આ કાર્યક્રમ જોઇ દર્શકોને ખુબ સારો અનુભવ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.